સખી મારો સાહ્યબો સૂતો
પિયુ પથારીમાં સૂતો હોય અને એની પડખે ધીરેથી આવીને સુઈ જવાની કલ્પના માત્ર કેટલી રોચક છે. સ્ત્રીના હૈયામાં ઉમટતી લાગણીઓના ભાવજગતનું રોચક શબ્દાંકન આ ગીતમાં થયું છે. આજે માણીએ કવિ શ્રી વિનોદ જોશી રચિત આ સુંદર ગીત શ્રી અમર ભટ્ટના સ્વરાંકનમાં.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સખી મારો સાહ્યબો સૂતો
ફળિયે ઢાળી ઢોલિયો હું તો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી
પડખે પોઢી જાઉં … સખી મારો
એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પડખે સરી જાય
એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંખાય
ઝીણો સાથિયો કરી જાય … સખી મારો
સખી મારો સાહ્યબો સૂનો
એટલો કાના જેટલો હું તો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર
પહેરવા દોડી જાઉં … સખી મારો
એમ તો સરોવરમાં બોળી
ચાંચને પછી પરબાર્યો કોઈ મોરલો ઉડી જાય
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય
સખી મારો સાહ્યબો લાવ્યો
અમથો કેવો કમખો હું તો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં … સખી
- વિનોદ જોષી
[ ફરમાઈશ કરનાર - નેહાબેન શાહ ]
August 21st, 2009 at 1:07 am
વિનોદ જોષીની આજ તો મજા છે તળપદી શબ્દોનો ઉપયોગ…
August 22nd, 2009 at 2:31 pm
સાહ્યબાની વાતમાં ખાસ મઝા ન આવી; બની શકે કે ગીત અને ગાયકિમાં મારી ચાંચ ઝાઝી ડુબતી ન હોય. એટલુ ગીત મનને ભાવ્યું નહિં…….
August 27th, 2009 at 8:37 pm
આ ગીત કોના સ્વરમાં ગવાયું છે ?
નિરલ દ્વિવેદી.
[આ ગીત ગાર્ગી વોરાના સ્વરમાં છે. -admin]
August 27th, 2009 at 9:39 pm
મઝા ના આવી. ગાયકનું નામ કેમ નથી?
While the wordings are talapadi/colloquial, the classical overtures don’t sound right. An example of how sugam sangeet can be made durgam, unnecessarily!
Lends itself to a folk style. Except for the wording for the mukhado, the rest is okay.
August 28th, 2009 at 2:11 am
This was one of the most beautiful sing i ever heard.Since last 3days i must have heard this song hundred times.The writer,Music Director,Singer and of course you deserve HEARTIEST CONGRATULATIONS for this wonderful Rachna.I would like to send the letter of Congratulations to writer,music director and simger but i do not have their adress or e mail.I would be obliged if you can send me their e mail adress.I have shared this song with many of my friends and relatives here and they have also emmencly enjoyed it.Many Many Thanks for puting the song on your website.
August 29th, 2009 at 5:53 am
Neha Shah Says:
May 7th, 2009 at 9:49 pm
મને એક ગીત સાંભળવુ
ગીતના શબ્દૉ – પ્રિતિના અવસરે સરવાની વાત
આ મારું ગીત છે જે ranakaar.com પર સાંભળી શકાય છે.
પન્ના નાયક
August 29th, 2009 at 6:53 am
Thank you very much for uploading the song. This is my favourite song.
August 30th, 2009 at 12:23 pm
Song is wonderfully sung by Gargi Vora
August 30th, 2009 at 5:41 pm
તમે જવાબમાં લખ્યૂં કે સ્વર અમર ભટ્ટનો છે પરન્તું સ્વર ( અવાજ ) તો કોઈ બેનનો હોય એમ લાગે છે. સ્વરાંકન અમર ભટ્ટનું છે પરન્તુ સ્વર અમર ભટ્ટનો નથી, કોઈ બેનનો અવાજ છે. અવાજ કોનો છે ?
- નિરલ દ્વિવેદી.
[જી હા, સ્વરાંકન અમર ભટ્ટનું છે અને સ્વર ગાર્ગીબેન વોરાનો છે. -admin]
August 31st, 2009 at 4:33 am
નિરલ દ્વિવેદી યુ આર ધિ બેસ્ત…
September 21st, 2009 at 4:00 pm
ખરેખર તલપદી ભાષાની મૌજ લાવી દે એવી સરસ મજાની રચનાઓમાંની એક રચના.
September 23rd, 2009 at 4:45 am
I am grateful to Shri Nanubhai N. Mehta who introduced this song to me. Please believe me that I was lost in the world of such a meaningful, priceless Gujarati culture. The wording by Shri Vinod Joshi and singing by Gargi Vora has no match. After 30 years of my stay in Canada/USA, I was craving and my ears were thirsty for such an outstaning, high level gujarati wording. I must congratulate every one who has created and made it available on website. An Indian woman and in perticular a gujarati woman has only ability to create a climate by singing that pushes you to understand the true meaning, and Gargi Vora has done an outstanding job.
Best wishes,
Rajan Shah
978-254-5500