હું ક્યાં કહું છું


મિત્રો, આજે મરીઝની એક સુંદર ગઝલ. પ્રેમપંથે સૌથી મુશ્કેલ પળ પ્રેમના એકરારની હોય છે. કેટલાય પ્રેમીઓ સામેથી જવાબ ના મળવાના ભયને કારણે પ્રેમનો એકરાર કરી શકતા નથી. મરીઝ કહે છે કે હું હા જ હોય એમ નથી ઈચ્છતો. કદાચ ના હોય તો પણ એમાં વ્યથા હોવી જોઈએ. કેટલી અદભુત વાત ! સાંભળો આ સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

- અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’

6 Responses to “હું ક્યાં કહું છું”

  1. Jayesh Upadhyaya Says:

    મરીઝની ઉમદા ગઝલ પિરસવા બદલ ખુબ ખુબ આભાર.

  2. Pancham Shukla Says:

    મરીઝની સદાબહાર ગઝલ.

  3. ડૉ.પ્રીતેશ વ્યાસ Says:

    હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
    પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

    પ્રેમની અભિવ્યક્તિને આડે આવતી મર્યાદાની દીવાલ…………

  4. Minaxi Mepani Says:

    what a fentastic ghazal of my life. Really, I like it very much. I have no words for this beautiful ghazal.

  5. kanchankumariparmar Says:

    શું પૃથ્વી નું બિંદુ તુજ કે મન મારું રહી રહી ને ત્યાંજ અટક્તુ.

  6. Nitin sanja Says:

    very very nice ….and one of my fevri8 ……i cant explain in word just listen it.

Leave a Reply