જીવનભરના તોફાન

આજે મરીઝ સાહેબની એક મનગમતી ગઝલ. વરસો પહેલા જ્યારે એને પ્રથમવાર સાંભળેલી ત્યારથી જ મોઢે ચઢી ગઈ હતી. બધીયે મઝાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે….માં દૃશ્ય જગતની વાસ્તવિકતા .. તથા જીવન કે મરણ એ બંને સ્થિતિમાં… લાચારીની વાત એટલી સચોટ રીતે મનમાં ઉતરી જાય છે કે વાત નહીં. માણો આ સુંદર રચના મનહર ઉધાસ [આલ્બમ: આનંદ], જગજીતસિંઘના [આલ્બમ: જીવન મરણ છે એક] અને પુરુષોત્તમ ઉપાધ્યાય [આલ્બમ: કોશિશ] ના કંઠે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે,
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે,
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હ્રદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે,
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો,
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે,
તમે આમ અવગણના કરતા જશે તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી,
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું,
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે,
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– ‘મરીઝ’

COMMENTS (6)
Reply

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
વાહ મરીઝ! ક્યા બાત હૈ!
દક્ષેશભાઈ,જગજીતસિંહ ના સ્વરમાં પણ મૂકવા વિનંતિ.

[આ રચના ઘણાં વરસો પહેલાં મનહર ઉધાસના સ્વરમાં સાંભળેલી ને મનમાં વસી ગયેલી. જગજીતસિંઘે પણ ગાયેલી છે પણ મને મનહરના સ્વરમાં વધુ ગમે છે. તમારી ફરમાઈશથી એ જગજીતના સ્વરમાં પણ ઉમેરી છે. વળી આજે મારા કલેક્શનમાં ખાંખાખોળા કરતાં કોશિશ આલ્બમમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં પણ મળી તો એને પણ ઉમેરી છે. – દક્ષેશ]

Reply

ફરી ફરી સાંભળવાની ગમે તેવી રચના/ગાયકી
ધન્યવાદ

સુંદર રચના ! દિલથી માણી.

Reply

Superb!! just superb! wah mariz saheb, wah!

Reply

ખુબ જ સરસ રચના
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.