પ્રિયતમ, તને મારા સમ


મિત્રો, આજે મુકુલ ચોકસી રચિત એક સુંદર પદ નૂતન અને મેહુલ સુરતીના સ્વરમાં સાંભળીએ.
[સંગીત: મેહુલ સુરતી]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રિયતમ… મારા પ્રિયતમ…
તું ક્યાં છે કહે, તને મારા સમ…

હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તું ક્યાં છે કહે, તને મારા સમ…

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે
આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ

મારી આજ તું, મારી કાલ તું
મારો પ્રેમ તું, મારું વ્હાલ તું
જેનો ટેકો લઇને હું બેઠી છું
એ જરા ઝુકેલી દિવાલ તું
તું અંત છે, તું છે પ્રથમ
તું ક્યાં છે કહે, તને મારા સમ… પ્રિયતમ

- મુકુલ ચોક્સી

3 Responses to “પ્રિયતમ, તને મારા સમ”

  1. ડૉ. પ્રીતેશ વ્યાસ Says:

    ઘણું સરસ ગીત અને તેવી જ સુંદર સ્વરબધ્ધતા. મારા મોબાઇલમાં શ્રીમતીજીના રીંગટોન માં આ ગીત રાખ્યું છે!

  2. Dilip Says:

    ખુબ જ અદભુત કંપોજીશન અને રચના. ઉત્તમ….

  3. Ushma Y. Acharya Says:

    ખુબ જ સુન્દર રચના.. વારંવાર માણવી ગમે તેવી સ્વર રચના છે..
    મારે આ રચના download કરવી હોય તો શી રીતે કરવી…

Leave a Reply