પાછો વળી જવાનો


હું સાંકડી ગલીમાં, રસ્તો કરી જવાનો
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

પાષાણ સમ હૃદયમાં, પોલાણ શક્ય છે દોસ્ત
તું ઓગળી પ્રથમ જા, એ પીગળી જવાનો.

એવી ખબર છે આવી, તું નીકળી નદી થઇ,
દરિયાની એટલે હું ખારાશ પી જવાનો.

તારા ઉપરની મારી, દીવાનગી ગમે છે,
મારા સિવાય કોને, હું છેતરી જવાનો?

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભુલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઇશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

- ગૌરાંગ ઠાકર

One Response to “પાછો વળી જવાનો”

  1. Darshan Says:

    ગૌરાંગ ઠાકરની સુંદર રચના પ્રસ્તુત કરવા બદલ ખુબ-ખુબ આભાર..
    તેમજ ગુજરાતી સહિત્યના તમામ ચાહકોને હોળીની શુભ-કામનાઓ…

Leave a Reply