થોડા દિવસો પહેલાં ફાગણનું આગમન થયું. અંગ્રેજ કેલેન્ડર જોવા ટેવાયેલા આપણા માટે ફાગણ, વૈશાખ કે ચૈતર મહિનો માત્ર શબ્દો બની રહી ગયા છે. પરંતુ હોળી, ધૂળેટી જેવા સુંદર તહેવારોને આપણા જીવનમાં લાવનાર ફાગણ મહિનાનું એક અનોખું સૌંદર્ય છે. આ ગીત સાંભળતા હૈયું થનગનવા અને હોઠ ગણગણવા માંડે તો ફાગણ મહિનો આવતા પ્રકૃતિમાં કેવો થનગનાટ થતો હશે તેની કલ્પના જ કરવી રહી. વડોદરાના ગરબાની શાન સમું આ ફાગણગીત આજે સાંભળીએ.
*
સ્વર: અતુલ પુરોહિત
*
ફાગણ ફોરમતો આયો, આયો રે આયો..ફાગણ ફોરમતો આયો.
એના રંગે મલક રંગાયો રે આયો.. ફાગણ ફોરમતો આયો.
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના સર સર અંગ પથરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો.. ફાગણ ફોરમતો આયો.
ગોળગોળ ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..ફાગણ ફોરમતો આયો.
ગોરી ગોરા છોરા છોરી કરતા રે જોરાજોરી ફાગણને લેતા વધાયો
મળી મેળા રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો … ફાગણ ફોરમતો આયો.
ફાગણ આયો રે ફાગણિયું મંગા દે રસિયાં ફાગણ આયો રે
એના રંગે મલક રંગાયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…
તહુ દમક દમક દાદુર ડણ ડમકત, ગહકત મોર મલ્હાર ઘીરા
પિયુ પિયુ શબદ પુકારત ચાતક, પિયુ પિયુ કોકિલ કંઠ ઘીરા…. ફાગણ ફોરમતો આયો.
તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા ને ઘણણણ ગિરિવર શિખર દડે
તહુ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા ગડડ ગડડ ઘન ઘોર ગરજે… ફાગણ ફોરમતો આયો.
Please publish this in Rishabh group’s voice.
વાહ વાહ મજા આવી ગઇ. સંસ્કાર અને ગરબા નગરી વડોદરાનાં યુનાઇટેડ વે નાં ગ્રાઉન્ડ પરથી સીધુ જ અહી પીરસી દીધુ. હાલમાં વડોદરામાં નથી પણ તે….વખતે અમે આ ગરબાગીત પર છલકાઇ ને રમતા. સૌને અભિનંદન અને થેંક યુ!
Thank you so much for making this song available on the website! I have been searching for this song for ages..coudn’t find anywhere..I used to listen to this song in school …but thenafter never got chance to listen to it anywhere!..Keep up good work..