પ્રતિક્ષાનો માણસ
મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ.
મઝધારમાં છે, કિનારાનો માણસ
ધરા પર સૂતો છે, મિનારાનો માણસ
દિવસરાત ખેલી રહ્યો છે અકારણ
એ હાથે ખુદાના, મદારીનો માણસ.
સજળ નેત્ર રાખીને જીવી રહ્યો છે
ધરા પર બિચારો સરિતાનો માણસ !
જરા દુઃખ જોઈને રોઈ પડે છે,
એ ટપકતો કલમથી, કવિતાનો માણસ
વિધાનો વિધિના બદલવાને કાજે
પુરુષાર્થરત છે, વિધાતાનો માણસ
સફર છે સનાતન ને અંજામ એક જ
એ મળવાનો માટીમાં, માટીનો માણસ
અકસ્માત રાખ્યું નથી નામ ‘ચાતક’
જનમજાત એ છે, પ્રતિક્ષાનો માણસ.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
February 28th, 2009 at 9:27 am
ખૂબ સરસ કૃતિ, આપની સ્વરચિત છે એ જાણી વિશેષ આનંદ થયો.
ધન્યવાદ.
February 28th, 2009 at 9:54 am
સફર છે સનાતન ને અંજામ એક જ
એ મળવાનો માટીમાં, માટીનો માણસ
અદભુત, અદભુત. ખરેખર સુંદર.
February 28th, 2009 at 5:51 pm
વાહ્….. દક્ષેશભાઈ,
સરસ રચના !!
રદ્દીફ, કાફિયા પણ નિરાળા
February 28th, 2009 at 6:40 pm
મઝધારમાં છે, કિનારાનો માણસ
ધરા પર સૂતો છે, મિનારાનો માણસ
સુંદર
મારી દિકરીની પંક્તી યાદ આવી
નાવ જાણે કે મળવા અધીરી થઈ,
દૂર મઝધારમાં કોણ ઊભું હશે !
કદાચ તેને મળવા નાવ જ આવશે!
કારણ
વિધાનો વિધિના બદલવાને કાજે
પુરુષાર્થરત છે, વિધાતાનો માણસ
અદભુત.
February 28th, 2009 at 8:52 pm
જરા દુઃખ જોઈને રોઈ પડે છે,
એ ટપકતો કલમથી, કવિતાનો માણસ
ખુબબબબબ જ સરસ..
February 28th, 2009 at 10:00 pm
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,
આપે તો આ રચનામાં માનવીની સંવેદનાઓ સાથે સાથે આપના ઉપનામનો પણ પરિચય આપી દીધો.
અકસ્માત રાખ્યું નથી નામ ‘ચાતક’
જનમજાત એ છે, પ્રતિક્ષાનો માણસ.
March 1st, 2009 at 4:09 am
એકે એક શેર અદભુત છે.
જીવનની સફરની એક રમત સાથે તુલના કરતું મારું ગદ્યકાવ્ય જરુર ગમશે.
http://gadyasoor.wordpress.com/2008/03/09/sudoku/
March 1st, 2009 at 6:50 am
ખુબ જ સુંદર રચના થઈ છે દક્ષેશ… અભિનંદન
March 1st, 2009 at 8:14 am
સરસ રચના,…..ગમી !
હવે, તમે “ચંદ્રપૂકાર ” પર જરૂર પધારશો ને ? ૩ વિડીયો પોસ્ટો અને છેલ્લી “સાપ અને લીસોટા” ની ટુંકી વાર્તા “હોમ” પર છે.
http://www.chandrapukar.wordpress.com
March 1st, 2009 at 5:35 pm
અકસ્માત રાખ્યું નથી નામ ‘ચાતક’
જનમજાત એ છે, પ્રતિક્ષાનો માણસ. વાહ..વાહ…દક્ષેશ..ખુબ માણી
વિધાનો વિધિના બદલવાને કાજે
પુરુષાર્થરત છે, વિધાતાનો માણસ ….સંદેશો મળે છે આપની ગઝલમાં
March 2nd, 2009 at 5:21 am
ચાતકની કલમમાં ખીલેલી વસંતને માણવાની મઝા કંઈક ઓર જ છે! ગુજરાતી સાહિત્યને આપની કલમથી કંડારવાની આ કલા વરસોના વરસો આવી જ અકબંધ રહે એવી પ્રભુને પ્રાર્થના. અને…….. ચાતક – “ચાતક” જ બની રહે….જેથી અમે આવી સુંદર રચનાઓના વરસાદમાં ભીંજાતા રહીએ!!!!
March 4th, 2009 at 9:32 am
ખૂબ સરસ રચના છે.
March 5th, 2009 at 12:22 am
સફર છે સનાતન ને અંજામ એક જ
એ મળવાનો માટીમાં, માટીનો માણસ
જરા દુઃખ જોઈને રોઈ પડે છે,
એ ટપકતો કલમથી, કવિતાનો માણસ
વાહ ભૈ મજા આવી ગઈ………….ચાતકની પ્રતીક્ષા તો અનન્ય છે તમો એ તમારુ નામ પણ સાર્થક કર્યુ છે.