Press "Enter" to skip to content

એમ પૂછીને થાય નહીં પ્રેમ


આજે વેલેન્ટાઈન ડે – પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તો આજે આનાથી વધુ સારું ગીત બીજું ક્યું હોઈ શકે ? પ્રેમમાં પડ્યા પછીની સૌથી મોટી મૂંઝવણ પ્રેમીની આગળ પ્રેમનો એકરાર કરવાની હોય છે. દરિયાના મોજાં સનાતન કાળથી રેતીને પોતાના પ્રેમમાં નવડાવ્યા કરે છે. એણે કદી રેતીને એમ થોડું પૂછ્યું છે કે હું તને ભીંજવું કે કેમ ? પ્રેમ તો સહજ રીતે થઈ જાય છે. માણો સૌનું મનગમતું એવું આ ગીત શ્યામલ મુન્શીના સ્વરમાં.
*
આલ્બમ: હસ્તાક્ષર

*
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

11 Comments

  1. kanchankumari parmar
    kanchankumari parmar July 16, 2009

    પુછીને પ્રેમ કરીએ તોય ખબર ના પડે કે લાગણી ના પુર ક્યારે વહી ગયા એના કરતા ન બોલવામાં નવ ગુણ…. સરસ શિખામણ.

  2. Daulatsinh Gadhvi
    Daulatsinh Gadhvi July 29, 2009

    સરસ ગીત…બીજુ ગીત મને ગમશે…મા વિશે…

  3. paresh
    paresh May 8, 2010

    વાંચીને ખુબ મજા આવી, આમ જ મૂકતા રહો.

  4. Khushi
    Khushi July 1, 2010

    A really really very amazing song…
    i like it tooooooooooooooo much…..

  5. Ashwin
    Ashwin September 2, 2010

    મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
    મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ

    બહુ સરસ

  6. Prakash Gyanchandani
    Prakash Gyanchandani February 8, 2011

    આઇ થિન્ક થેટ્સ વોટ લવ ઇસ ઓલ અબાઊટ.

  7. Deepak Chauhan
    Deepak Chauhan November 17, 2011

    એકદમ સાચી વાત છે.

  8. Hiren Bhatt
    Hiren Bhatt February 24, 2012

    દિલ એની વાતોને કે’વાને જાય ત્યાં, શબ્દોનો પામે નકારો…(૨)
    મળશે ફતે’ એ દિલના આવેગને જો આંખ્યુનો હોય સથવારો…
    હિરેન ભટ્ટ
    ૦૯૩૭૪૬૫૪૦૭૦

  9. Chirag Gela
    Chirag Gela December 1, 2012

    મને સૌથી વધારે ગમતી ગઝલ

  10. Mahesh Vadhel
    Mahesh Vadhel December 2, 2012

    ખુબ મજા આવી ગઝલ સાંભળવાની.

  11. Palash Shah
    Palash Shah March 29, 2020

    ખુબ મજા આવી

Leave a Reply to Ashwin Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.