એમ પૂછીને થાય નહીં પ્રેમ
આજે વેલેન્ટાઈન ડે – પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તો આજે આનાથી વધુ સારું ગીત બીજું ક્યું હોઈ શકે ? પ્રેમમાં પડ્યા પછીની સૌથી મોટી મૂંઝવણ પ્રેમીની આગળ પ્રેમનો એકરાર કરવાની હોય છે. દરિયાના મોજાં સનાતન કાળથી રેતીને પોતાના પ્રેમમાં નવડાવ્યા કરે છે. એણે કદી રેતીને એમ થોડું પૂછ્યું છે કે હું તને ભીંજવું કે કેમ ? પ્રેમ તો સહજ રીતે થઈ જાય છે. માણો સૌનું મનગમતું એવું આ ગીત શ્યામલ મુન્શીના સ્વરમાં. [આલ્બમ: હસ્તાક્ષર]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
- તુષાર શુક્લ
July 16th, 2009 at 4:51 pm
પુછીને પ્રેમ કરીએ તોય ખબર ના પડે કે લાગણી ના પુર ક્યારે વહી ગયા એના કરતા ન બોલવામાં નવ ગુણ…. સરસ શિખામણ.
July 29th, 2009 at 5:52 am
સરસ ગીત…બીજુ ગીત મને ગમશે…મા વિશે…