છાનું રે છપનું
પરણીને સાસરામાં ગયેલી નવીસવી કન્યાને પોતાના પતિને મળવાના અરમાન હોય પરંતુ નાનાશા ઘરમાં સાસુ અને નણંદની નજરને ચુકાવીને મળવું કેવી રીતે ? છાનીછપની રીતે મળવાની કોશિશ કરે પરંતુ પગમાંની ઝાંઝર ચાડી ખાઈ જાય એની વિમાસણમાં પડેલી આ નવોઢાના મનોભાવોને વ્યક્ત કરતું સુંદર ગીત સાંભળો.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં… છાનું રે છપનું…
આંખો બચાવીને આંખના રતનને,
પરદામાં રાખીને સાસુ નણંદને,
ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
નણદી ને નેપૂર બે એવા અનાડી,
વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી,
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
- અવિનાશ વ્યાસ
January 24th, 2009 at 4:30 pm
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં…
ખૂબ સુંદર રચના! ખૂબ સુંદર તરજ! ખૂબ સુંદર કંઠ!વાહ! અભિનંદન!
-ડૉ.બિપિન કૉન્ટ્રાકટર
April 8th, 2009 at 3:09 pm
આવુ સુંદર ગીત જેમ જેમ જુનુ થાય તેમ તેમ સાંભળવાની મજા ઓર જ છે.
May 8th, 2009 at 11:23 pm
માફ કરજો. તમે મૂકેલું ગીત કોઇ બીજાએ ગાયું છે, આશા ભોંસલેએ નહીં.
અસલ આશા ભોંસલેનું ગીત સાંભળવા માટે આ સાઈટ ઉપર ક્લીક કરી ગીતના શબ્દો પર ક્લીક કરો.
અસલ અને નકલનો ભેદ તમને આપોઆપ સમજાઈ જશે.
-અરવિંદભાઈ પટેલ, યુ.કે.થી.
[તમારી વાત સાચી છે. આ ગીત આશા ભોંસલેના સ્વરમાં નથી. ધ્યાન પર લાવવા બદલ આભાર. I will check if I have song in Asha Bhosle's voice. - admin]
June 12th, 2009 at 7:20 am
કેવુ સરસ ગીત છે. ઘણા વર્ષો પછી સાંભળ્યું. ખુબ સરસ. કીપ ઈટ અપ.
June 23rd, 2009 at 10:19 am
વાહ, એકદમ અદભુત અનુભવ. I’m glad to hear and read all.. Keep it up…
There is lot to do other than earning and U have done it…
June 24th, 2009 at 9:49 am
I write and my friends have doubt that I write good !!!!
Can I try?
October 2nd, 2009 at 12:29 pm
આશા ભોસલેનુ ગીત માવજીભાઈ.કોમ પર મલશે. ગીત ગુન્જન વિભાગમા જોશો.
January 18th, 2010 at 10:45 pm
મારું મનગમતું ગીત. ઘણી યાદો આ ગીત સાથે જોડાયેલી છે. મે સાંભળેલ શરૂઆતના ગુજરાતી ગીતમાંનુ ઍક ગીત.
આશા ભોંસલે ના સ્વર માં હોત તો વધુ આનંદ આવત. આશા ભોંસલેના કાન્તનું ગીત મૂકવા વિનંતી.
આભાર.