દોસ્તો, આજે એક બાળગીત. નાના હતા ત્યારે ઘડીયાળમાંથી જે ટીક ટીકનો અવાજ આવતો તે કૂતુહલપ્રદ લાગતો. બાળપણની સોનેરી દુનિયાના અનેક પાત્રોમાં દિવાલ પર લટકતી ઘડીયાળનો અચૂક સમાવેશ થતો. તો આજે એના પર એક બાળગીત.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઘડીયાળ મારું નાનું એ ચાલે છાનુંમાનું
એ તો કેવી નવાઈ જેવી વાત છે !
એને માથે પાંખ પણ ચાલે ઝટપટ,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !
ખાવાનું નહીં ભાવે પણ ચાવી આપ્યે ચાલે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !
અંધારે અજવાળે સૌના વાતકને સંભાળે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !
દિવસ રાત એ ચાલે પણ થાક નહીં લાગે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !
કટ કટ કરતું બોલે જરાય નહીં થોભે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !
ઘડીયાળ મારું નાનું ને ચાલે છાનુંમાનું,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !
ખાવાનું નહી ભાવે પણ ચાવી આપ્યે ચાલે ,
એ તો કેવી અજબ જેવી વાત છે..
દક્ષેશ, ખુબ સુંદર વાત કરી. બાળપ્ણ તરફ દોરી ગયા.
લેસ્ટરગુર્જરી મુલાકાત બદલ આભાર. હજી પા પા પગલી કરું છુ.
દક્ષેશભાઈ,
આ કવિતા actual માં human body parts પર છે. e.g. “આંખ મારી નાની એ તો જોતી કંઈક કંઈક એ તો કેવી અજબ જેવી વાત છે” .. આ ભણવામાં આવતી હતી. તમને મળે તો please web પર મુકજો.
This is a very nice song and I like the singer’s voice.