કોણ હલાવે લીમડી
આજે રક્ષાબંધનનો તહેવાર છે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ની જેમ જ ‘ભગિનીની જોડ સખી નહીં મળે રે લોલ’- એમ ગાવાનું મન થાય એવી વ્હાલના દરિયા જેવી બ્હેનો પોતાના બંધુઓને સ્નેહના પ્રતીક સમી રાખડી બાંધશે. આ એક દિવસ એવો છે જ્યારે બેનથી દુર હોવાનું ભાઈને સૌથી વધારે પીડે. એ પીડાને હળવી કરવા માણો ભાઈબેનના પ્રેમને પ્રકટ કરતું આ સુંદર ગીત.
[ ફિલ્મ : સોનબાઈની ચુંદડી ]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી.
હે લીમડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય,
હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલણિયો જાય
લીલુડી લીમડી હેઠે, બેનીબા હિંચકે હીંચે … કોણ હલાવે
એ પંખીડા.. પંખીડા.. ઓરાં આવો
બેની મારી હિંચકે હીંચે ડાળીઓ તું ઝુલાવ
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિંચો … કોણ હલાવે
આજ હિંચોળું બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેનીનો હિંચકો ડોલે … કોણ હલાવે
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ..
બેનડી ઝુલે .. ભાઈલો ઝુલાવે ડાળખી… કોણ હલાવે
August 16th, 2008 at 9:28 am
આ ગીત સાંભળીને બેનને ભાઈની ખૂબ યાદ આવી જાય છે.
August 16th, 2008 at 5:30 pm
પ્રસંગને અનુરુપ સોનબાઈની ચુંદડીનું ફરી ફરી સાંભળવાનું મન થાય તેવું લોકગીત માણ્યુ.
સરસ.
August 18th, 2008 at 10:19 am
Song was very nice and I remember you a lot.
August 21st, 2008 at 2:44 am
ખૂબ જ સુંદર - આભાર!
August 22nd, 2008 at 11:02 pm
ghana samay pachi man ne sparshe tevu geet sambhadi khub maja aavi
September 8th, 2008 at 9:29 pm
આ. મીતિક્ષાબેન,
આપની વેબસાઈટ ખુબ સરસ લાગી.
ગુજરાતી ભજન ગાયક શ્રી હેમન્ત ચૌહાણ નુ ” રંગાઈ જાને રંગમા” ગીત વેબસાઈટ પર મુકવા વિનંતી.
આભાર.
દિવ્યા પરમાર.