પણ ક્યાં સુધી ?
આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. જીવનમાં બધી વસ્તુઓ, વ્યક્તિઓ અને સંજોગો આપણા મન મુજબ નથી મળતા. એ માટે પરિશ્રમ અને સંઘર્ષ તથા ભાગ્ય જોઈએ. વ્યક્તિ જ્યારે સંઘર્ષથી થાકી જાય અને એને ઈપ્સિત ન મળે ત્યારે એના મનમાં જે ભાવો ઉઠે તેનું ચિત્રણ આ રચનામાં ઝીલાયું છે. કદાચ ઘણાંને આ વાંચીને થશે કે આવા દિવસો અમે પણ જોયા છે !
સમયનો તકાદો છે ઈન્તજારનો
હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?
મંઝિલ નથી દૂર, મજલ છે લાંબી,
હું ચાલતો તો રહું, પણ ક્યાં સુધી ?
શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?
દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?
સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?
ધીરજની કસોટીની હદ હોય, ઓ ઈશ્વર !
તને પોકારતો રહું, પણ ક્યાં સુધી ?
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
August 12th, 2008 at 1:12 pm
તમારો દરેક જન્મદિવસ તમારી સફળતાની નવી સીડી બને, એજ પ્રભુ ને પ્રાર્થના કરુ છું. જન્મદિવસની ભાવભીની શુભકામના.
August 12th, 2008 at 4:08 pm
First of all Happy Birth Day to you ‘CHATAK’. On your birthday we are very happy to see your own creation on the site. I know the heart of the gazal is your life I have seen so far. On this auspicious day I pray to GOD that He fulfil your old desire to see HIM and do work to your satisfaction. Wish you best of luck.
August 12th, 2008 at 9:29 pm
ખૂબ સુન્દર કૃતિ ! કાબિલે તારિફ ! શબ્દો અને ભાવનાની અજબ અભિવ્યક્તિ !
સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?
August 12th, 2008 at 10:04 pm
જે મઝા ઇન્તેઝાર માં છે તે મિલન માં નથી.
સફરનો આનંદ મંઝીલે નથી મળતો,
સ્વપ્ના હશે તો સાચા પણ થશે ક્યારેક,
તારક વ્યાસ
August 13th, 2008 at 4:19 am
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દક્ષેશભાઇ…
)
Happy Birthday to you…. ! Wishing you many many happy returns of the day..!!
(you didnt mention that, but as others are wishing - how can I miss that?
સુંદર રચના, દક્ષેશભાઇ… આમ જ લખતા રહો… !
August 13th, 2008 at 8:57 am
Congratulations, Dakshesh. A good gazhal written from heart. I can understand your feelings expressed, being away from near ones.
Befitting your pen name “Chatak”, whose destiny is to wait and wait for rains to come.
Manoj
August 14th, 2008 at 12:09 am
શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?
દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?
સરસ આભિનંદન
યાદ આવી …
પાગલ હ્રદય આ લાગણી પણ ક્યાં સુધી જશે!
ઠોકર જો મળશે માર્ગમાં પાછી વળી જશે!
મઝધારથી શું ભય ને કિનારાનો મોહ શું!
શ્રધ્દ્રા છે જ્યારે પૂરી કે નૌકા ડુબી જશે.
August 14th, 2008 at 1:36 am
Dbhai,
Wishing you Happy Birthday!!! We are awaiting our neighbour to visit us, but I think through Mitixa-dot-com you already make your space here.
Bahot Khoob!
Upasana
September 2nd, 2008 at 11:37 am
અરે યાર ખૂબ સરસ. તમે એટલું સુંદર લખ્યું છે કે અમે કાંઈ લખી શકતા નથી. અભિવ્યક્તિ માટે અમને શબ્દો પણ મળતા નથી.
September 2nd, 2008 at 11:25 pm
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી…
પ્રિય દક્ષેશભાઈ,
આપની સ્વરચિત કૃતિ વાંચી આનંદ થયો. આશા રાખીએ કે ગુજરાતી સાહિત્યને આ જ રીતે આગળ વધારશો જેથી કરીને આવનાર યુવાનવર્ગ સાહિત્યથી વિમુખ થવાને બદલે સંપર્કમાં રહે.
October 4th, 2008 at 8:48 pm
સમયનો તકાદો છે ઈન્તજારનો
હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?
દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?
Keep Faith and Go On Writing… And you will find it!