જીવન અંજલિ થાજો

ગુજરાતની લગભગ બધી શાળાઓમાં આ પ્રાર્થના ગવાતી આવી છે. એના શબ્દો અને એનો ભાવ એટલો સુંદર છે કે હૃદયને સ્પર્શી જાય. એ સાંભળીને શાળાના સોનેરી દિવસો યાદ આવી જાય છે. પ્રાર્થના ગાતી વખતે ભલે ખબર ન્હોતી કે એનો ભાવાર્થ શું છે પણ હાથ જોડીને શાંતિથી ઉભા રહેવાનું અને બને તો આંખ બંધ રાખવાની વાત બરાબર યાદ છે. છઠ્ઠા ધોરણમાં મોગરી હાઈસ્કૂલમાં નટુભાઈએ હારમોનિયમ સાથે આ પ્રાર્થના શીખવેલી તે હજી સાંભરે છે. માણો આ સુંદર પ્રાર્થનાગીતને.
[ આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

COMMENTS (9)
Reply

few days back, i realize that during our happy moments instead of giving donation in any temple it is better to help needy people and this matter has changed my life… Now i also strongly forwarding this massage to my friends/relatives.

વાહ..!! મને ધોરણ ૮ યાદ આવી ગયું..!

This is really a nice one. I request you to put the “Jivta dev ne sevo bhai ” of Mahatma Yogeshwarji. That is also giving the similar message to the mankind. GOOD Keep it up.

Reply

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

very nice daxesh bhai very nice. This is my favourite prarthana and i like to listen every time, really very nice. keep it up.

my eyes always wet when I listen to this Prarthhana. Swargarsth Shri Karsandas Manek is my the most dear writer. If anyone of you have access to Ramanaya he had analysed and broadasted on Akashwani many years ago, please contact me. Tarun Shah – 0265 232 7096
i will learn to type in Gujarati

Reply

ખુબ સરસ, મારું સૌથી પ્રિય કાવ્ય છે. મને આજ સુધી આના સિવાય બીજું કોઈ પણ ગીત આખું યાદ નથી પણ ” જીવન અંજલિ થાજો ” આ કાવ્ય મને આખું યાદ છે. ખુબ સરસ. જે કોઇ આ કાવ્ય દિવસમાં એક વખત ગાય તેનુ જીવન અંજલિ થાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.
jay shree krishana,
vande matram

જય શ્રી કૃષ્ણ.
ખુબ સરસ પ્રાર્થના ગીત છે. મારે આ ગીત ડાઉનલોડ કરવું છે. આપ મદદ કરશો. કોઇ લીંક મોકલશો. ધન્યવાદ.
[ આ ગીતો સાંભળવા માટે છે. ડાઉનલોડ માટે નથી. સાંભળવા માટે પ્રાર્થનાપોથીની CD ખરીદવા નમ્ર સૂચન છે. – admin ]

Reply

Hello, I like it the way it is listed and organized. I really thank you.

Reply

ખરે ખર મને આ પ્રાર્થના બહુ ગમે. હું દરરોજ સવારે પ્રાર્થના કરું ત્યારે ગાવ છું.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.