અવાજ
[ સ્વર : મનહર ઉધાસ ]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ
બોલ્યા તમે એ વાતને વર્ષો થઇ ગયા
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ
હોઠોનું સ્મિત આંખના મદમસ્ત ઇશારા
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ
છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ
દિલની દિવાલો ગુજંતી થઇ જાય છે ‘મહેંક’
જો એની યાદનો કદી અથડાય છે અવાજ
- મહેંક ટંકારવી
August 3rd, 2008 at 9:27 pm
સરસ રચના..
August 11th, 2008 at 6:55 am
મનહર ઉધાસ મૂર્તિમાં પ્રાણ પૂરે છે.
June 10th, 2009 at 5:35 am
Beautyful Ghazal. I came across your web accidently. Is there any way one can download these songs.
Thanks
July 24th, 2009 at 3:41 pm
હોંકારો એક દેશો તોય ચાલશે પછી તો પડઘાઓજ ભરી દેશે ખાલીપો.