એક રજકણ સૂરજ થવાને શમણે
[સ્વર: લતા મંગેશકર]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
[આજે ઘણાં વરસો પહેલાં સાંભળેલું અને મનમાં વસી ગયેલું ગીત રજૂ કરું છું. અહીં રજકણના રૂપકમાં માનવીની અભિલાષાઓ વ્યક્ત થઈ છે. દરેક વ્યક્તિને ઉપર ઉઠવાના, આગળ વધવાના અરમાન હોય છે, પરંતુ એમના ઓરતા અધૂરા રહી જાય છે. માનવીય ઝંખનાઓની સુંદર અભિવ્યક્તિ વિવિધ રૂપકો દ્વારા કરવામાં આવી છે. ]
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…
જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…
July 25th, 2008 at 3:41 pm
લતાના કંઠે મઢેલું આ ગીત ઘણા વરસો પછી સાંભળવા મળ્યું. ખૂબ જ સરસ.
July 27th, 2008 at 10:27 am
લતાના કંઠે મઢેલું આ ગીત ખૂબ જ સરસ. લતાજીએ ગુજરાતીમાં ગાયુ છે તે જાણીને આનંદ થયો.
October 22nd, 2008 at 8:15 pm
વાહ. શું મીઠાશ છે. મજા આવી ગઇ
December 12th, 2008 at 1:24 pm
દિલિપ ધોળકિયા અને લતા મંગેશકરે ગાયેલુ આ ગીત ખૂબ સરસ છે.
January 12th, 2009 at 8:00 pm
ખુબ જ સુન્દર
December 5th, 2009 at 9:54 pm
After very long time, i come across this song which was my sister”s most favorite song. today i found this website and very happy to have most of the all time likable Gujarati songs on one site. Thank you very much.