વીણેલાં મોતી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.
[ આજે થોડાક ચૂંટેલા શેર જોઈએ. ]
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.
- મનહરલાલ ચોકસી
*
ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે
વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે.
આભને આંબી જવાના હોય છે સ્વપ્ના ફકત,
માત્ર પડછાયો બની લંબાય છે માણસ હવે.
- આશિત હૈદરાબાદી
*
તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને,
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને;
રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.
- મુકુલ ચોકસી
*
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે;
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને ક્યાં કૈં ઉપજતું હોય છે !
- રાજેન્દ્ર શુકલ
July 7th, 2008 at 9:38 am
આદાબ .. આદાબ .. બહુત ખૂબ …
ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે
વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે…
બહુ સરસ…keep it up
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.
બહુત ખૂબ દક્ષેશભાઈ .. thank u