એવો કોઈ દિલદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

[ સ્વર : અનુરાધા પૌંડવાલ; આલ્બમ : આભુષણ ] [ મરીઝની લખેલ એક સુંદર ગઝલ આજે રજૂ કરું છું. સંબંધોમાં એવી ક્ષણો અનેક આવે છે જ્યારે વ્યક્તિને હૂંફ, હમદર્દી અને સહારાની જરૂર પડે છે. એ સમયે દિલદાર હમદર્દ બની પડખે ઉભો રહે અને ખભો ધરે છે પણ એમાં અહેસાન કર્યાની બૂ આવે, એ મદદ લેનારને લાચારીનો અહેસાસ કરાવે, તે મરીઝને ખૂંચે છે. અપેક્ષાના ધરતીથી ઉપર સંબંધોના મોકળા ગગનમાં વિહરવા કવિ ઈચ્છે છે. ‘એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે’ … મારી મનગમતી પંક્તિઓ છે. ]

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

– મરીઝ

COMMENTS (5)
Reply

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.

બહુ સરસ. મજા આવી ગઇ. વાહ, શું વાત છે. અમને પણ ક્યારેક આવું કંઇ થાય છે ..
કીપ ઇટ અપ

Reply

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

નવુ નવુ પીરસતા રહો મઝા આવે છે

Reply

waah….. very nice…kya baat….nice gazal in good voice.

Reply

વાહ વાહ ખુબજ સુંદર અવાજમાં સુંદર ગઝલ સાંભળીને દિલ ડોલી ગયુ. આવી જ રીતે લગ્ન ગીતો એકી સાથે સાંભળવા મળે તો ખુબ મજા પડી જાય.

Reply

There is no facility to download the gazals.

[sorry, no downloads. – admin]

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.