સૌનેય છે જવાનું

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

[ જીવન શું છે ? એક પ્રવાસ અને પ્રત્યેક જીવ એનો પ્રવાસી. એ માર્ગ સૌંદર્યથી સભર છે, પણ ‘અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના, કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ’ કહીને કવિએ હયાતીની મર્યાદા અને કાળની અગાધ શક્તિને વ્યક્ત કરી છે.  તો શું ક્ષણભંગુરતાના ગાણા ગાઈને, તિરસ્કાર કે ત્યાગના વિચાર કરવાના ? ના. કવિ કહે છે કે જે અલ્પ પણ સમય મળ્યો છે એમાં પ્રેમ વ્હેંચવાનો છે. જીવનની નશ્વરતા, મૃત્યુની અવશ્યંભાવિતા અને પ્રેમનો મહિમા ગાતું આ ગીત અભિવ્યક્તિની તાજગીને લીધે હૃદયસ્પર્શી બન્યું છે. ]

સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
વૃક્ષોતણી ઘટામાં સૌન્દર્યની છટામાં-
કૂજે વિહંગ ક્રીડે ને ક્રૌંચ વાયુ ગાયે
બેસી પરબ પરે ત્યાં પાછા પથે જવાનું.

અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના
કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ;
ઘંટારવો, પૂજારી, સાહિત્ય ને પૂજાનું
દીપકશિખા બધુંયે સ્મૃતિના ઉરે સમાયું.

મંદિર રહ્યું ન એવું આરાધના ન એવી
છે કાળદેવતાએ ક્રીડા કરેલ કેવી?
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
ના કિન્તુ પ્રેમને કો સ્વાહા કરી જવાનું,

ટૂંકા પ્રવાસમાં જે સાથી મળે, મળીયે
તે સર્વને હૃદયથી, ભાવે ભળી જવાનું

–  યોગેશ્વરજી  કૃત ‘તર્પણ’ માંથી (સૌજન્ય સ્વર્ગારોહણ)

COMMENTS (5)
Reply

સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું ટૂંકા પ્રવાસમાં જે સાથી મળે, મળીયે તે સર્વને હૃદયથી, ભાવે ભળી જવાનું .. બહુ સરસ. તમે જે ભાવથી વાચા આપી તે બદલ અભિનંદન. યોગેશ્વરજીની કૃતિને એનેક લોકો સુધી પહોંચાડવાનો આ તમારો પ્રામાણિક પ્રયત્ન ગમ્યો. બહુ સરસ. keep it up.

Reply

haju ram sabha ma ramava ne gyta te pan gajo

Reply

શ્રી નરેન્દ્ર મહર્ષિ એ સાચુ જ કહ્યુ છે…

નોખા અમે સહુ કોઇથી નોખી અમારી જાત,
જ્યાં વસીએ ત્યાં ઊભુ કરીએ એક નવું ગુજરાત……

સંબંધના નાજુક તાંતણાંની મજ્બૂતાઈ અને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એક સાથે માણવાનુ સદભાગ્ય અહીં પ્રાપ્ત થયું તે બદલ ધન્યવાદ.

Reply

Rajubhai,
Aje Sunday morning ma aa geet sambhaline anand thyo. amare jeva mate to khub j saras che. Avu kaik mukta rahejo.

Reply

RAJUBHAI!
Congratulations on singing on this website. I am so proud to have a brother that is so advanced in America. Thank you so much for working so hard & making us proud.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.