મુલાકાત

કેટલીક પળો જીવનની યાદગાર પળો હોય છે. એ જીવનને નવો વળાંક આપે છે, પરિવર્તનની દિશા ચીંધે છે. કેટલીક મુલાકાતો પણ એવી જ ચિરસ્મરણીય હોય છે, એને વારંવાર મમળાવવી ગમે છે, એની સ્મૃતિ જીવવાનું બળ પૂરું પાડે છે. વિખૂટાં પડવું અને મળવું જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી વિરહની પીડા અને ભાવિ મિલનની કલ્પના – બંનેથી આંખ ભીંજાય છે, એ અંતિમ પંક્તિમાં વ્યક્ત થયું છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તમારા સ્મરણની બે પળ જ વીતી,
ત્યાં સમય તો કહે અર્ધી રાત ગઈ !

પ્રવાહોથી દૂર, સમયના કિનારે,
અવિનાશી એવી મુલાકાત થઈ.

ઘણાં શ્વાસ લીધા વિરહમાં તમારા,
મઝા માણી મિલનની એકશ્વાસ થઈ.

તમારા જ સ્પર્શે આ વેરાન રણમાં,
ઝરણાંના વહેવાની શરૂઆત થઈ.

વિદાયની વેળાએ સંભાળ્યા છતાં,
પલકને કિનારે ભીની આંખ થઈ.

કોને કહું કે વિરહની સાથે,
મિલનની નજીક એક પળ તો ગઈ !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (11)

nice to hear your own voice and your feelings.

Reply

Everyone has some feelings and this time I realized what’s your feelings, I could feel it. Keep it up. Chakde India.

Reply

very good. bahu saras. tamro awaj atlo bhav sathe aje sambhlyo, maja avi.
pehla dost na rup ma gayak hato have gayak na rup ma dost malyo. tamari lagni ane magni samji shakay eva chhe. keep it up. haju thoda instrument sathe gao. congratulation tamri aaa kruti mate.

Reply

ye mulakat ek bahana hai pyr ka silsila purana hai.

Reply

hema says, its really good i like your voice its really really good .avo avaj tamaro peli vakht shambhadiyo avu j gungunata rahejo

Vow !! its really a touching song!!
Tame jene malya ene kyarek to malavjo to ame pan amari palak ni kinari ne bhini kari shakiye.

Reply

ખૂબ સરસ લખો છો. અનુભવ આ સૌનો છે પણ કલમ સૌ પાસે નથી હોતી તો તમારી કલમે આવું કંઈક વારે વારે મળે તો કેવું?

Daxeshbhai, the audio clip seems to have some disturbance – its not as clear as it can be, even if its a home recording. Don’t you think so? May be the bitrate can be increased? – i dont know… just a thought.!

મિતિક્ષાબેનને અને મિતિક્ષા.કોમનાં સર્જકોને હાર્દિક અભિનંદન !

સુંદર રચના છે દક્ષેશભાઈ… પઠન પણ સરસ કર્યુ છે. અભિનંદન ! ખાસ તો તમારી રચના છંદની ઘણી જ નજીક છે, જો થોડો છંદ શીખી લેશો તો એ ખરેખર ગઝલ બની જશે અને ચાર ચાંદ લાગી જશે!

ગુજરાતી બ્લોગ-જગતમાં હાર્દિક સ્વાગત અને સુંદર સાઈટ માટે ફરીથી ઘણી ઘણી શુભેચ્છાઓ…!

My best wishes !
-Mehul

Reply

Congratulations to everybody associated with this wonderful website sharing happiness with Gujarati people all round the world. In true sense you are serving the community. God bless you.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.