મારી કોઈ ડાળખીમાં
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
[ આ ગીત મારા પ્રિય ગીતોમાંનું એક છે. એક નિર્મોહીની ખુમારી અને ટટ્ટારીને આ રચના આબેહુબ રીતે વ્યક્ત કરે છે. જે ડાળખીને પાંદડા જ ન હોય એને પાનખરની શી બીક ? વળી રચનાને અંતે મુકાયેલ 'બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવ' ... અત્યંત મનનીય છે. પુરુષોત્તમભાઈ, જેમણે ગુજરાતી સંગીતને દેશવિદેશમાં ગુંજતું કર્યું, તેમના કંઠથી આ ગીત અમર બન્યું છે, આપણને વારંવાર વાગોળવાનું મન થાય એવું છે. ]
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા/શહીદ થવા (?) ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
- અનિલ જોષી

September 20th, 2008 at 9:32 pm
બહુ જ સરસ ગીત છે. મને ગીતોના બોલ ઈ-મેઈલ ક્રરશો?
October 1st, 2008 at 9:59 pm
મનહર ઉધાસની ગઝલ “મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે” મહેરબાની કરી આ ગઝલ સંભળાવવાની કૃપા કરશો.
October 22nd, 2008 at 8:30 pm
Kindly see response 2 and do the needful.
[મહેફિલની ત્યારે ગઝલ સાઈટ પર મુકાઈ ગઈ છે. - admin ]
March 14th, 2009 at 8:01 pm
very good gazal , wonderful collection.
will love to have more such loving gazals.
keep it up.
July 26th, 2009 at 1:20 pm
હુ મૃત્યુ પામી રહી છું; મારા દરેક અંગ ધીમેધીમે થીજી રહ્યા છે; અનાયાસે મારી નજર ઝાડ પર જાય છે. તે પણ મારી જેમ મરી રહ્યું છે; પણ કોણ જાણે કેમ તેની નિર્જીવ ડાળી ઉપર એક કુંપણ ફુટે છે અને તબિબો મને મૃત જાહેર કરે તે પહેલા જાગી જાઉ છું…….
November 19th, 2011 at 10:51 pm
Very nice song, I listened this song many years ago. It also reminds cause of revolution. If nothing is there to lose, people have guts to protest against injustice.