સાંવરિયો

bhai-bhabhi
[ શબ્દોના જાદુગર, છ અક્ષરનું નામ, લાગણીથી છલકાતા કવિ શ્રી રમેશ પારેખની આ અત્યંત લોકપ્રિય કૃતિ છે. પોતાના પ્રિયતમ વિશે કાંઈ પણ કહીએ તો તે ઓછું પડે. પણ કવિએ ટુંકાણમાં 'ખોબો માગું તો ધરી દે દરિયો' કહીને એને એટલી સહજ અને સરસ રીતે રજૂ કર્યું છે કે વાત નહીં. શબ્દ સાથે સૂરના સુભગ સમન્વયથી આ કૃતિ અત્યંત આહલાદક બની છે. આ રચના મારી મનગમતી કૃતિઓમાંની એક છે. આશા રાખું કે એ આપને ગમશે. ]
[ સ્વર : સોનાલી બાજપાઈ; આલ્બમ : તારી આંખનો અફીણી ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

કોઈ પૂછે કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

- રમેશ પારેખ

8 Responses to “સાંવરિયો”

  1. Ashwin-Sonal Says:

    આ મારી પણ મનગમતી કૃતિ છે. અત્યંત આહલાદક છે. saras. very nice
    sonali bajpai has given great voice to ramesh parekh’s heart !

  2. Heena Patel Says:

    ખુબ જ સરસ વેબ સાઈટ છે ગીત ગમ્યું. After long time i enjoyed this song
    Daxesh, Good Job. say Hi to every one.
    - Heena, Chicago (hemang’s cousin)

  3. Piyush Says:

    Really, a great voice, Sonal has given a shocking voice here.
    It is excellent.

  4. jayesh soni Says:

    kaam na satat prvahe mane arasik banavi didho hato,
    khoob aabhar ”mitiksha” no mane phari gato gungunavto banavyo,
    aanand …aanand .

  5. S P Says:

    Great song!! Thanks for posting..

  6. K B Patel Says:

    Really very nice. I listen this song like “once more” always. I listen this song first on my family marriage video. Excellent.
    K.B.Patel and Family from Toronto, Canada

  7. Prakash Gyanchandani Says:

    રમેશજીની આ કૃતિ વિશે તો જેટલું કહું તેટલું ઓછું છે. હું રોજ આ સાંભળું છું અને દર વખતે મને કંઈક નવીન ફીલીંગ્સ થાય છે.
    mitixa.com નો આભાર.

  8. Rasgna Bhatt Says:

    A song of a century!

Leave a Reply