શું કરશે ?
[ આ ગઝલ ઘણા વખત પહેલાં ડાયરીમાં ટપકાવેલી ... આપણે બધા જ કોઈ ને કોઈ વસ્તુની શોધમાં છીએ ... પણ એવો વિચાર નથી કરતા કે જે શોધીએ છીએ, જેની પાછળ આટલું દોડીએ છીએ, જેને માટે જાતને ઘસી નાખીએ છીએ, એ મળી જાય પછી શું ? રઈશ મનિયારની આ કૃતિમાં એ બખૂબીથી વ્યક્ત થયું છે. ]
ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?
આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?
અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય,
દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ?
શબ્દ હાથોમાં ગ્રહ્યા, ત્યાં તો થયા હાથ મશાલ,
શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય, પછી શું કરશે ?
કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે,
થઈને એ ઘાયલ બચી જાય, પછી શું કરશે ?
આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ?
લોકો મહેફિલમાંથી ઊઠી જાય, પછી શું કરશે ?
- રઈશ મનિયાર

July 5th, 2008 at 3:31 pm
Comment to mokli didhi pan comment mali jay pachhi shu karshe ?
Very Nice.
November 19th, 2011 at 11:00 pm
આટલું બધું પૂછી લઈશ પછી શું કરશે?