રક્ત ટપકતી સો સો ઝોળી
૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં જન્મેલ ઝવેરચંદ મેઘાણી પચાસ વર્ષની વયે અવસાન પામ્યા. સૌરાષ્ટ્રની રસધાર કૃતિથી અત્યંત લોકપ્રિય બનેલ રાષ્ટ્રીય શાયર મેઘાણીની અમર કૃતિઓમાંની આ કૃતિથી સાહિત્ય પીરસવાની શરૂઆત કરું છું. Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. આ ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.
- ઝવેરચંદ મેઘાણી

June 30th, 2008 at 8:55 pm
Is it possible that we can listen this?
July 1st, 2008 at 8:50 am
God bless your family and your bhabhi.
It was god grace that she got survived.
Happy birthday to Mitixa.
July 2nd, 2008 at 11:06 am
Belated happy birthday, bhabhi.
May God bless you, Atulbhai, Ved and your parents with many more years of life until you meet your ultimate goal.
I was looking for this and many other Gujarati poems, gazals and songs. The website is a great contribution to our mother tongue.
August 9th, 2008 at 6:15 pm
આ કાવ્યના રાગના ઘણાં પદો ગાયા છે. અરે! એ પદો ગાવા માટે રાગ કયો ? તો તે માટે નોંધ લખતા કે આ પદનો રાગ ‘રક્ત ટપકતી…’ છે. તમારો ખૂબ આભાર કે આજે આ કાવ્યના શબ્દો જાણવા મળ્યા.
March 22nd, 2009 at 4:01 am
Thank you very much for providing these wonderful gujarati songs for free. Living in australia, I started forgetting these songs, now I will never. Thanks once again for joining me back to my soil and soul.
May 8th, 2009 at 7:37 pm
fantastic job yaar!
November 4th, 2009 at 11:04 pm
I had heard this song 60 years ago in Ahmadabad and i distinctly remember that it brought lots of tears to my eyes. I am experiencing the same feelings today. Some songs & writers of such masterpieces are immortal. Outstanding contribution.
November 14th, 2009 at 9:03 pm
Oh, what a wonderful, soul stirring lyrics. It has been long time since I have heard this song, it is truly an experience to hear this, and all I can say is thank you.
March 13th, 2010 at 3:42 pm
I definitely enjoy this awesome post.
June 20th, 2011 at 6:22 pm
Before 70 years, my mother has won a prize for singing this at a school function at Bagasara. She also guided my sister to sing this at a school level contest at Porbandar and she too won the prize before 40 years ! I have heard Shri Praful Dave singing this song on some national day but it was incomplete without tears in the eyes. I pray Almighty to give me such a voice to sing this aloud for my whole life with non-stop flow of tears for the sacrifices of all known / unknown.
July 9th, 2011 at 5:44 pm
This song feel us proud even in the worst time of present politics.