પાન લીલું જોયું ને
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : હંસા દવે
[ હરિન્દ્ર દવેની આ મારી મનગમતી કૃતિ છે. કદાચ એમની આ સૌથી શ્રેષ્ઠ કૃતિ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઘણી કાવ્યપંક્તિઓ લોકોના મોંઢે ચઢી જાય, આ એમાંની એક છે. ચાલો માણીએ ગુજરાતી સાહિત્યના ઘરેણાં સમી આ કૃતિ. ]
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
- હરિન્દ્ર દવે
July 3rd, 2008 at 11:32 pm
ભાભી, આ મારી પણ મનગમતી કૃતિ છે.
કાવ્યપંક્તિઓ હૈયે ચઢી જાય એવી છે.
ખૂબ સુંદર પસંદગી છે.
September 24th, 2008 at 11:28 am
This is very beautiful song, i was trying to get it for last 10 years. It is very beautiful song, but this is not full song. pl arrange to put full song. second last line is missing.
September 24th, 2008 at 12:22 pm
men, this is a amazing site. our parents will love it so will we. thank you a million times. is is possible that we can download songs ? may be for a price.
November 15th, 2008 at 6:36 pm
આ ગાયન ખુબજ સુંદર હતું.
- દેવુ