ગમતાંનો કરીએ ગુલાલ
મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે. આ અને આના જેવા અનેકવિધ બ્લોગ એ મનગમતા સાહિત્યની એક પ્રકારની વહેંચણી જ છે. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી’ કહીને ખુબ સુંદર રીતે રજૂ કરી છે.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આ તો વરસે ગગનભરી વ્હાલ … ગમતાંનો કરીએ ગુલાલ
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ … ગમતાંનો કરીએ ગુલાલ
- મકરંદ દવે
September 1st, 2008 at 8:43 pm
I want to download gujarati songs. how to download process ? Please help me. If possible you mail me.
- dharmesh
The songs are not for download but to listen online.
- admin
October 21st, 2008 at 8:09 pm
ખૂબ જ સુંદર અને મારા ગમતા ગીતોમાંનું એક…અભ્યાસક્રમમા આવેલ આહલાદક કવિતા.
Live and Let liveની સાથે share કરવાની ભાવનાસભર ગીત.
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
July 17th, 2009 at 2:26 pm
આપ નો ખુબ ખુબ આભાર…
You have a very nice collection….I came here from esnips….how can I download these songs?
Best Regards,
Isha.
July 20th, 2009 at 6:58 am
સાચેજ શું ગમતું મળે જીવનમાં? શું આ ગુલાલ કરશો ?.બહુ સરસ.
July 20th, 2009 at 7:02 am
How can i send this poem to some one?