Press "Enter" to skip to content

નીલ ગગનના પંખેરુ


આમ તો આ ગીત એક પંખીને સંબોધીને લખાયેલું છે, પણ જે વ્યક્તિઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પણ એટલું જ લાગુ પડે છે. વરસોના મધુર સંભારણા આપીને પછી જ્યારે કોઈ વ્યક્તિ દૂ….ર જતી રહે છે ત્યારે આવી જ બેકરારી, બેચેની, અકળામણ થાય, ખરું ને ? ગીતના શબ્દો અને ભાવ એટલો હૃદયસ્પર્શી છે કે દરેકને સ્મૃતિના પ્રવાહમાં તાણી જાય.
*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – મુકેશ

*
ઓ નીલ ગગનના પંખેરુ તું કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…

સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરીયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…

તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…

મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવુ વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…

20 Comments

  1. Ashish Joshi
    Ashish Joshi June 30, 2008

    My Dear Daxesh,
    Its realy good good good…..
    You r serving to society.
    “Oh nil Gagan…” my one of the favourite song…
    Thanks once again
    Ashish

  2. Mahalata
    Mahalata July 19, 2008

    ખૂબ જ સરસ.
    આ ગીત મારા સ્વર્ગસ્થ ભાઈ હરેન્દ્રને ખૂબ જ ગમતું. આજે આ ગીત સાંભળતાં એની યાદ તાજી થઈ.

  3. Hari
    Hari March 11, 2009

    બહુ સરસ ગીત. જુની યાદો તાજી થઈ ગઈ. જ્યારે સાંભળીએ ત્યારે બસ મન મોહી લે છે.

  4. maharshi
    maharshi March 21, 2009

    સુન્દર ગીત .મને ખુબ ગમ્યું.

  5. kanchankumari parmar
    kanchankumari parmar July 16, 2009

    છોડી સાથ તું અધવચ ઉડયો મને ન લીધી સંગ; હવે તો યાદ મારી સતાવસે તને ને ઉડતાય લાગશે થાક. દર્દ ભરેલું ગીત હજુએ એવુ ને એવુ જ.

  6. Suraiya
    Suraiya July 27, 2009

    After a long time I get a chance to listen this beautyful song. Thanks

  7. Dr.Niloo Vaishnav
    Dr.Niloo Vaishnav July 30, 2009

    મજા આવી ગઈ મને અને સાધનાને.
    – નિલુ

  8. Pravinsinh Parmar
    Pravinsinh Parmar October 18, 2009

    Many years ago i was very anxious to hear the poem”O nil gagan na pankheru”on All India Radio(Akash Vani) Ahmedabad center. But now i can enjoy this memorable song at a touch of button on internet .Thanks a lot for providing this facility.

  9. Arvinda Visani
    Arvinda Visani November 22, 2009

    Congrates for the website. I love all the bhajans posted on it. Really it makes my morning beautiful.

  10. Ravindra shah
    Ravindra shah February 14, 2010

    Beautiful song.
    Beauti of this site we can sing also simultaniously so that adds more
    enjoyment.

  11. Manoj Vyas
    Manoj Vyas March 1, 2010

    This all songs of Mukesh are my father’s favorite songs. Is it possible that i download this songs of mukesh ? how ? if possible pl. mail me.

  12. Anupam Shroff
    Anupam Shroff July 17, 2010

    My Dear Daxesh,
    Its really good good good…..
    You r serving to society. “Oh nil Gagan…” my one of the favourite song…
    Thanks once again.

  13. Nisha
    Nisha September 24, 2010

    ખુબ જ સરસ ગીતો સોલી કાપડિયાના

  14. Sandhya Patel
    Sandhya Patel January 10, 2011

    મને આ ગીત બહુ ગમે .. ઓ નીલ ગગનના પંખેરુ
    – સંધ્યા

  15. S S Mandalia
    S S Mandalia March 2, 2011

    આપના સ્વજનોને સપ્રેમ …

Leave a Reply to Mahalata Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.