ભગવો થઇ ગયો

76.jpg

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

- જવાહર બક્ષી

2 Responses to “ભગવો થઇ ગયો”

  1. દિનકર ભટ્ટ Says:

    મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
    ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

    બક્ષી સાહેબની આ તો મજા છે ! તેમના કાવ્યોમાં દર્શન આવે જ !
    મેં તેમનુ નરસિંહ વિષે વક્તવ્ય સાંભળીને ( CD પર )પછી ૨૭-નવેમ્બરના બ્લોગમાં લખેલ છે.

  2. યશવંત ઠક્કર Says:

    મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
    ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો
    …. સ્પર્શી જાય એવું ઊંડાણ. સુંદર.

Leave a Reply