તમારા સમ

આજે ગુજરાતી સંગીતમાં નવીન ભાત પાડતા મેહુલ સુરતી દ્વારા સંગીતબદ્ધ થયેલ મુકુલ ચોકસીની એક રચના. રેપ, કવ્વાલી અને મુક્તકના ત્રિવેણી સંગમ જેવી આ રચના બીજા ગીતોથી અલગ તરી આવે છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમોને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
*
ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને
સાચું કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયું ‘મુકુલ ‘
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને
*
બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

– મુકુલ ચોકસી

COMMENTS (4)

I like Mehul Surati’s remix songs.
Can you guide me on which site u record and put in your blog?
Thanx.
[ This is Mehulbhai’s composition and you can find it on mehulsurti.com – admin ]

વાહ વાહ… મજા આવી ગઈ…

Reply

પ્રેમની ભાવના રજુ કરતું આ ગીત મનમાં જુવાનીની યાદ તાજી કરાવી ગયું.

Reply

આવી ગાયકી જ ગુજરાતી સંગીતનો સત્યાનાશ કરી રહી છે. સમય સાથે પરિવર્તન તો થશે જ, એમાં કોઈ શંકા નથી, પણ કલાકારને વિચાર તો કરવો જ રહ્યો કે ક્યારે પ્રગતી થાય છે અને ક્યારે વિનાશ. જવાબદારીનું ભાન તો હોવું જ જોઈએ.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.