એકવાર શ્યામ તારી મોરલી

કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યાર પછી ગોપીઓની હાલત કફોડી થઈ ગઈ. કૃષ્ણના વિરહમાં દિવસો પસાર કરવા કપરા થઈ પડ્યા. પ્રસ્તુત ગીતમાં ગોપી કૃષ્ણને ગોકુળમાં આવવા વિનવે છે. જે વાંસળીના સૂરે એમના મન મોહી લીધેલા અને કાળજાને કામણ કરેલા એ સૂર ફરી એક વાર રેલાવવા આજીજી કરે છે. હંસા દવેના સ્વરમાં સાંભળો આ વિરહી ગોપીનું મધુરું ગીત. [સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય; આલ્બમ: ગુલમહોર]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

ભર તું બપ્પોર મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની ગાયોની ખરીઓ ખરડાવે.
એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી વગાડવાનો આખર તો પાળજે.
એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

– મહેશ દવે

COMMENTS (3)
Reply

ભાવ ભીના ભજનની મધુરી ગાયકી

Exellent work. We feel so happy to listen Gujarati songs. I request you all to see my site; naginjagada.pledgepage.org
I am sure you all will appreciate nobal work. May God Bless you all.

Reply

ADBHUT, it is very very good songs.
thank you very much.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.