સ્થૂળ સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્ય અનેક ગણું ચઢિયાતું હોય છે અને એને જોવા માટે સ્થૂલ દૃષ્ટિની જરૂર નથી પડતી. એને માટે તો આંખો બંધ કરી અંદર નજર માંડવી પડે છે. એને બીજી રીતે પણ મૂલવી શકાય કે આંખે જે દેખાય છે તે હંમેશા સાચું હોતું નથી. એને બુદ્ધિથી, તર્કથી કે અનુભવથી ચકાસી જોવાની જરૂર છે. બંધ આંખનો અર્થ મનની આંખથી જોવાનો છે. મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલ આ ગઝલ ખૂબ લોકપ્રિય બની છે.
*
*
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહિ,
પાછાં નયનનાં નૂરને વાળી શક્યો નહિ,
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇને,
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ,
—
નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે
ઋતુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
– બરકત વીરાણી ‘બેફામ’
hey i heard this first time and i just love this Ghazals thanks a lot dear, b’coz i was find it lots time but today i get this. and ofcource if u heard this outside from india it will be special for any Gujrati’s.
thanks a lot’s one more time.
b’coz i am crazy about poetry specialy which depends on love.
સરસ સરસ સરસ.
Tis is such a nice song and I can’t help but to listen it again and again. popular among all of us…all age groups!
અતિ સુંદર
Hi,
ohhhh .. have no words for this site. Excellent, excellent excellent.
ખુબ સુંદર. આ મેં બહુ વખત સાંભળી છે. અને વારંવાર હજી સાંભળીશ. I love it. Thank you.
મીતિક્ષા, આજે જ મને મારા મિત્રે આ લીંક મને ફોર્વર્ડ કરી.
I like this website I like it poems.
I found ur site accidently because i search something on mother. I like it & love it. Nayan bandh rakhi ne is very nice. I want to listen something about on mother so please give their details.
વાહ્ ક્યા બાત હૈ, ખુબ સરસ મેં ખુબજ enjoy કર્યુ.
કયા બાત કયા બાત કયા બાત
ગુજરાતી ગીતો પરદેશમાં ગુનગુનાતા જોઇ ગુજરાતની યાદ આવી ગઈ. અભિનંદન.
Very nice song!!
સરસ. બહુ મઝા આવી.
beautiful…. just love it….!
આ ગઝલ ઘણી વાર સાંભળી છતાં મન નથી ભરાતું. હવે તો આખી ગઝલ શબ્દો સાથે યાદ રહી ગઈ છે. મને હજુ યાદ છે કે જ્યારે પહેલી વાર આ ગઝલ કોલેજમાં ગાઈ હતી. ત્યારથી જ મારી મનપસંદ થઈ ગઈ છે. ખુબ સરસ.