માને તો મનાવી લેજો રે
ગોપીઓ અને ગોપબાળોને ગોકુળમાં મુકીને કૃષ્ણ કર્તવ્યની રાહે મથુરા ગયા ત્યારે કૃષ્ણના વિરહમાં પીડાતી ગોપીની મનોભાવનાને આ ગીત વ્યક્ત કરે છે. મથુરાથી ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓને જ્ઞાનનો સંદેશ આપી સાંત્વના ધરવા પ્રયાસ કરે છે પણ અવ્યક્ત કરતાં વ્યક્તને માનનાર ગોપીઓને એ ગળે ઉતરતું નથી. તેઓ ઉદ્ધવજી મારફત કૃષ્ણને સંદેશ મોકલે છે. ગીતના અંતભાગમાં .. કુબ્જાને પટરાણી કહેશું વિરહની આગ વ્યક્ત કરે છે. સ્ત્રી સામાન્ય રીતે બીજી પ્રેયસીને ધિક્કારતી હોય છે પણ કૃષ્ણ કોઈ રીતે પણ જો ગોકુળ આવતા હોય તો કુબ્જાને પટરાણી કહેવા તેઓ રાજી છે. માણો ભગા ચારણ રચિત હૃદયસ્પર્શી પદ.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
- ભગા ચારણ
October 1st, 2008 at 3:10 am
Very Touching .. It took me back to All India Radio of sixties.
Marvelous voice as well.. Whose Voice & Music is that?
[સ્વર: લતા મંગેશકર - admin]
October 2nd, 2008 at 9:46 pm
લવ ધીસ ભજન. આઈ નો, લતા મંગેશકર ઈઝ વેરી ગુડ સીંગર ..
October 4th, 2008 at 9:02 pm
[...] માને તો મનાવી લેજો રે October 4, 2008 Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 3:32 pm માને તો મનાવી લેજો રે [...]
October 4th, 2008 at 9:11 pm
Dear Mitixa,
Very Touching
Your brother in law and you has touched my heart telling March Accident.
God has kept you to give great service to your family and the society.
Tulsidal welcomes you.
I am taking liberty to let others Blogers and Surfers know your love for Music and God by adding you blog information in TULSIDAL..
Editor
Tulsidal and Trivedi Parivar
October 7th, 2008 at 11:13 pm
બહુજ સરસ ભજન છે. મને ખુબ પ્રિય છે. આભાર ! બિના
December 6th, 2008 at 12:14 pm
ગોપીના ભાવો ખૂબ સ્પર્શી ગયા. ખૂબ સરસ..
December 10th, 2008 at 2:55 pm
અદભુત ……. ખરેખર ખરી રીક્વેસ્ટ ” મારા વ્હાલા ને વઢી ને કે’જો ”
ખુબ ખુબ આભાર આવી રચના મુકવા બદલ.
જય શ્રી ક્રુષ્ણ
December 28th, 2008 at 11:53 pm
ખુબ જ સરસ વેબ સાઈટ છે. મનગમતા ગીતો સાભળવાની મજા આવી.
December 29th, 2008 at 9:50 pm
ખુબ ખુબ આભાર.
જય શ્રીકૃષ્ણ
January 20th, 2009 at 9:27 pm
ભગા ચારણ વિશે જો કોઇ માહિતિ હોય તો આપી આભારી કરશો.
pradip sheth
bhavnagar
jan 20 09
April 10th, 2009 at 2:28 am
ખુબ જ સરસ ભજન. મન ખુશ થઇ ગયું. આભાર.
April 12th, 2009 at 7:51 pm
ધન્ય છે “ભગા ચારણ” ને. ભજન ખુબ હૃદયસ્પર્શી છે. ધન્યવાદ મિતીક્ષા ને.
April 14th, 2009 at 10:12 am
મીતિક્ષાબેન,
૧૯૫૦’ થી ૧૯૬૦’ માં ઑલ ઇંડિયા રેડિયો બોમ્બે પરથી બપોરે ૧૨.૫૦ મધુર ગીતો આવતા હતા. તેમાં સાંભળેલ બે ગીતોની શરૂઆતની પંક્તિ જણાવું છું. શક્ય હોય તો આખું ગીત આપશો તો આભારી થઈશ.
૧. સ્વર છે શાંતા આપ્ટૅ નો….શબ્દો છે..
પૂછે છે દીકરી,બાપુ કહોને વીરા કહોને
દીકરી શાને બિચારી રે….પૂછે છે દીકરી…
૨.ગીતા દત્તના સ્વરમાં…
પનિહારી ઓ પનિહારી ઓ,
ચાલો યમુનાજીને કાંઠડે મીઠડાં જળ ભરવા …..
August 29th, 2009 at 12:53 pm
રિસામણા અને મનામણા યુગો યુગોથી ચાલતા આવ્યા છે. પણ અંત હંમેશા સુખદ આવે એવું હર કોઇ ચાહે છે……….
November 23rd, 2009 at 12:28 am
બહુજ સરસ ભજન છે. . આવી રચના મુકવા બદલ ખુબ ખુબ આભાર