કહું છું જવાનીને
ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. પ્રેમ માણસને કદી ઉંમરનો અહેસાસ થવા દેતો નથી. માણો આ સુંદર રચનાને બે સ્વરોમાં – મહંમદ રફી અને સોલી કાપડીઆ.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે
મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશૂક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઈ સતાવી રહ્યું છે
મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે
- અવિનાશ વ્યાસ

November 7th, 2008 at 7:47 pm
રગયિતા,સંગીતકાર અવિનાશ વ્યાસનું મહંમદ રફીના સ્વરમાં સૌને ગમતું અમર ગીત
August 3rd, 2010 at 9:18 pm
ક્માલ !! Excellent progress in promoting our ‘sanskruti’ in the most modern technology and media. I just wish with all this effort and simple language learning process could be included.