ચોમાસું ક્યાંક આસપાસ છે
આજે એક ભીનું ભીનું વરસાદી ગીત … તમને થશે વર્ષાઋતુ તો પૂરી થઈ. હવે કેવું વરસાદી ગીત ? પણ હા, આજે ઘણાં વખતે લોસએન્જલસમાં વરસાદનું આગમન થયું. એટલે થયું બારીની બહાર કાળા વાદળો અને ઝરમર ઝરમર વરસાદને જોતાં આ ગીત સાંભળવાની મજા પડશે. સુંદર ગીત તો ગમે ત્યારે સાંભળીએ મજાનું જ લાગે. ખરુંને ?
[ સંગીત: શ્યામલ-સૌમિલ; સ્વર: આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર ]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે … મારું ચોમાસું
કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે .. મારું ચોમાસું
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
- તુષાર શુક્લ
November 3rd, 2008 at 9:00 pm
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
તુષાર શુક્લની મઝાની રચનાનો સૌને ગમી જાય તેવો શેર
November 4th, 2008 at 11:27 pm
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે !
વાહ! ખૂ..બ સુંદર ગીત ! ખૂ..બ સુંદર રચના! ખૂ..બ સુંદર તર્જ ! કાબિલેતારિફ!
-ડૉ.બિપિન કૉન્ટ્રાકટર
November 5th, 2008 at 12:04 am
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે !
વાહ ! ખૂબ સુંદર ગીત ! ખૂબ સુંદર રચના ! ખૂબ સુંદર કંઠ ! ખૂબ સુંદર તર્જ ! કાબિલે-તારિફ !
November 5th, 2008 at 11:18 am
Too good…enjoyed every moment…prem ni paribhasha aatli saral & sunder…maru chomasu..yaad avej..