નૈયા ઝૂકાવી મેં તો
આજે સાંભળો એક સુંદર અને મનભાવન પ્રાર્થનાગીત.
[આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક - સૂરમંદિર ]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના … ઝાંખો ઝાંખો દીવો
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના … ઝાંખો ઝાંખો દીવો
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના … ઝાંખો ઝાંખો દીવો
[ફરમાઈશ કરનાર મિત્ર - ડૉ. હીતેશ ચૌહાણ]
November 1st, 2008 at 6:04 pm
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ અને મિતિક્ષાબેન,
આપનો ખૂબ ખૂબ આભાર.આ રચના શાળામાં પ્રાર્થનામાં ગાતા ત્યારથી મને બહુ ગમે છે…
November 1st, 2008 at 7:56 pm
ભાવ ભરી પ્રાર્થના
કવિ, સ્વર, સ્વરાંકન વિ માહીતી હોય તો આપવા વિનંતી
November 2nd, 2008 at 9:09 pm
જય શ્રીકૃષ્ણ
મને પણ આ ભજન ત્યારનું ગમે છે જ્યારે શાળામાં ગવાતું હતું… મને પાકું યાદ છે. પણ ત્યારે બરાબર આવડતું ન હતું .. પણ બહું ગમતું હતું.
Thank you so much for posting this ….
November 3rd, 2008 at 10:39 am
welcme mitixa….or i would like to say ami….if u don’t mind…
i enjoyed yr site..keep it up.
this prayer is my most favourite even today…
nice selection…
nice to read abt u and yr loving diyar..daxeshbhai…
nilam doshi
http://paramujas.wordpress.com
November 4th, 2008 at 12:05 am
Very heart felt song, nicely done!
November 4th, 2008 at 4:19 am
This prayer is heart touching and the meaning of this prayer is absolutely true. If any one deeply understand the meaning and while comparing in reality it will find ture and nothing but the TRUTH.
November 4th, 2008 at 10:40 pm
There are not enough words to praise the beauty of this bhajan. It is truly fantastic.
January 15th, 2009 at 1:27 pm
અમી બહેન અને દક્ષેશ ભાઇ… આપનો ખુબ ખુબ આભાર, આ પ્રાર્થના બચપણથી એક્દમ પ્રિય છે … ઘણા સમયે સાંભળી ..!! મન પ્રફુલ્લિત થઇ ગયું …thanks again…
chetu
http://www.samnvay.net
August 28th, 2009 at 8:35 pm
the meaning of prayer is very deep, the depth can be cathed by written stranza of prayer. the prayer is no doubt heart touching.
thanks.
October 28th, 2009 at 12:46 pm
બહુ જ સુંદર પ્રાર્થના. ઘણા સમયથી આ પ્રાર્થના શોધતો હતો. તમારો ખુબ ખુબ આભાર.
March 6th, 2010 at 9:33 pm
દક્ષેશભાઇ,
અરે.. અરે.. ઘણા વર્ષો પછી આ પ્રાર્થના સાંભળી.
મમ્મી અને જ્યોતિબેન આ પ્રાર્થના લગભગ રોજ ગાતાં હતાં.
આ પ્રાર્થના આમારી સાંજની પ્રાર્થનાનો એક ભાગ હતી
પપ્પાને પણ આ પ્રાર્થના ખુબ ગમતી. આમારા સૌનું મન તરોતાજા થઇ ગયું
Very very thank you vrey much once again.