Press "Enter" to skip to content

શુભ દિપાવલી


પ્રિય વાચકમિત્રો,
સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે …
આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે
દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં
પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી હાર્દિક શુભેચ્છા.

આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે
કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ,
કોઈક મૂરઝાયેલાં ચ્હેરાંઓ પર સ્મિત ઝળકાવી શકીએ …
કોઈને જીવનઆંગણે મધુર રંગોલી કરી શકીએ …
ફટાકડાનાં શોરમાં દીનદુઃખીયાનો આર્તનાદ ભૂલી ન જઈએ..
ઈશ્વરે આપણને જે આપ્યું હોય તેમાંથી થોડું બીજાને વહેંચીએ …
અને આવું એક દિવસ જ નહીં, આવનાર પ્રત્યેક દિવસે કરીએ
પ્રત્યેક પળને ઉલ્લાસથી વધાવીએ
અને નિત્યનવા ઉત્સાહ અને ઉમંગથી જીવનનો ઉત્સવ ઉજવીએ.

અંતે મારી પ્રિય પંક્તિઓથી સમાપન કરું …

એક બીડું છે હૃદય ! ચાલ ઉઠાવી લઈએ,
ઈશ પાસેથી જગત આખું પડાવી લઈએ

આ છે ઈર્ષ્યા અને અદેખાઈના દવની દુનિયા
શક્ય હોય ત્યાંથી મહોબ્બતને બચાવી લઈએ.

ખૂબ વ્યાપ્યો છે જગે બુદ્ધિએ સરજેલો પ્રકાશ,
લાગણીના એથી અધિક દીપ જલાવી દઈએ.

– મીતિક્ષા.કોમ પરિવાર
[ હરીશભાઈ, મહાલતાબેન, દક્ષેશભાઈ, અતુલભાઈ, મીતિક્ષાબેન, પ્રીતિબેન, નિતીનભાઈ, પૂજા, વેદ, આકાશ અને અવની ]

19 Comments

  1. Sachin
    Sachin October 30, 2008

    તમને પણ દિપાવલિની શુભ કામનાઓ.
    – સચીન દેસાઈ

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' November 4, 2013

    અમારા પરિવાર તરફથી નવા વર્ષની શુભકામનાઓ સ્વીકારશો..

  3. રાજેશ આર. મોદી
    રાજેશ આર. મોદી October 25, 2014

    શુભ દિપાવલી અને નવ વર્ષની હાર્દીક શુભેચ્છાઓ – ૨૦૧૪

    રાજેશ મોદી તેમજ પરિવાર તરફથી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.