મૈત્રીભાવનું પવિત્ર ઝરણું


સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં – પ્રથમ સ્વર – મુકેશ, બીજું આલ્બમ – પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર .

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

- મુનિ શ્રી ચિત્રભાનુ

9 Responses to “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું”

  1. Niti Says:

    Really nicely drafted message on this festive ocassion!! Happy Deepawali!!

  2. pragnaju Says:

    મધુર રીતે ગવાયલી સંતવાણી
    આનંદ

  3. Raju Khona ( LONDON ) Says:

    મુકેશના અવાજમાં આ સુન્દર ગીત (સ્તવન) ઘણા સમય પછી સાંભળીને ખુબ આનંદ થયો. આવા બીજા સ્તવન મુકવા નમ્ર વિનંતી. આભાર.

  4. Jatin Shah Says:

    હર એક જૈન ને ગમતું હૃદયમાં રમતું આ પવિત્ર ગીત. મારા બચપનનું યાદગાર..

  5. Kanchankumari parmar Says:

    દરેકના હૃદયમાં આ પવિત્ર ઝરણું વહેતું હોય તો આ દુનિયાજ અલગ હોત……

  6. Pavan Says:

    Splendid. I want one Kutchhi Geet “MUJI MATRU BHUMIKE SALAM”. Can you make it available ?

  7. Dr. Sharadchandra Patel Says:

    Reminds of my school days @ C N Vidyalaya, Amdawad.

  8. Dushyant Banker Says:

    Very impressive website, now please add, Kathiyawadi, Kachhi sahitya to bring in variety, Saurashtra, from different part of the state, I am from Poona Maharasthra and have appriciate good gujrati web site so much. I did found one Ganesh aarati in Lataji swar.

  9. Rahul, Nikunj, Pratik, Hardik (DDIT,Nadiad) Says:

    We love this prayer. Heart touching prayer. From this prayer, increase Unity.

Leave a Reply