Press "Enter" to skip to content

મોર બની થનગાટ કરે


રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા એટલે પ્રણયનું આહવાન .. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે. મેઘાણીની અમર કૃતિ અને મારું સૌથી પ્રિય વર્ષાકાવ્ય માણો બે અલગ સ્વરોમાં.
*
સ્વર: ચેતન ગઢવી, આલ્બમ: લોકસાગરના મોતી

*
સ્વર: આશિત દેસાઈ, આલ્બમ: મેઘ મલ્હાર

*
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી
—————————————-
ઘણાં મિત્રો આ સુંદર ગીત સાંભળીને એનો અંગ્રેજીમાં શું અર્થ થાય તે જાણવા માગતા હતા, તો એક મિત્ર પાસેથી મળેલ અંગ્રેજી અનુવાદ અહીં રજૂ કર્યો છે. ગીતના માધુર્યને ગુજરાતી ન સમજનાર પણ માણી શકે એ માટેનો એક નમ્ર પ્રયાસ … Nothing matches original words but this is an attempt to offer inner glimpse into the beauty of this wonderful song….. (admin)
—————————————-
It dances today, my heart, like a peacock it dances, it dances.
It sports a mosaic of passions, Like a peacock’s tail,
It soars to the sky with delight, it quests, O wildly
It dances today, my heart, like a peacock it dances.
Storm-clouds roll through the sky, vaunting their thunder.

Rice-plants bend and sway, As the water rushes,
Frogs croak, doves huddle and tremble in their nests, O proudly
Storm-clouds roll through the sky, vaunting their thunder.

Rain-clouds wet my eyes with their blue collyrium, collyrium.
I spread out my joy on the shaded new woodlands grass,
My soul and the kadamba-trees blossom together, O coolly
Rain-clouds wet my eyes with their blue collyrium.

Who wanders high on the palace-tower, hair unraveled –
Pulling her cloud-blue sari close to her breast?
Who gambols in the shock and flame of the lightning, O who is it
High on the tower today with hair unraveled?

Who sits in the reeds by the river in pure green garments ?
Her water-pot drifts from the bank as she scans the horizon,
Longing, distractedly chewing fresh jasmine, O who is it
Sitting in the reeds by the river in pure green garments ?

Who swings on the bakul-tree branch today in the wilderness,
wilderness–Scattering clusters of blooms,
Sari-hem flying, Hair unplaited and blown in her eyes? O to and fro
High and low swinging, who swings on that branch in the wilderness?

Who moors her boat where ketaki-trees are flowering, flowering?
She has gathered moss in the loose fold of her sari,
Her tearful rain-songs capture my heart, O who is it
Moored to the bank where ketaki-trees are flowering?

It dances today, my heart, like a peacock it dances, it dances.
The woods vibrate with cicadas, Rain soaks leaves,
The river roars nearer and nearer the village, O wildly
It dances today, my heart, like a peacock it dances.
—————————————-
The original poem ‘Naba-barsha’ Written by Rabindranath Tagore on 20th Jaishtha 1307B at Silaidaha. The lyrics are in Bengali. – admin
—————————————-
Hridoy aamar nache re aajike mayurer mato nache re.
Sato baroner bhabo uchhas kalaper mato koreche bikas,
Aakul paran aakase chahia ullase kare jache re.
Ogo, nirjane bakulsakhaya dolaya ke aaji duliche, dodul duliche.
Jharoke jharoke jhariche bakul, aachal aakase hoteche aakul,
Uria alok dhakiche palok kabori khosia khuliche.
Jhare ghanodhara nabopallobe, kapiche kanon jhillir rabe
Tir chapi nodi kalokallole elo pallir kache re.

122 Comments

  1. Maitri Pandya
    Maitri Pandya March 18, 2011

    મોર નાચતો જોયો..

  2. Gujjju
    Gujjju March 14, 2011

    ઍ જામ્યુ હો….

  3. પાર્થિક કાલરીયા
    પાર્થિક કાલરીયા March 10, 2011

    અસલમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં આ રચના કરી હતી, અને પછી ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ ઝવેરચંદ મેઘાણીને સોંપ્યુ. મેઘાણીજીએ એના અનુવાદથીયે વિશેષ અને અદભૂત પુન:નિર્માણ કર્યુ એવી આ રચના “મન મોર બની થનગાટ કરે”ને લાખ લાખ વંદન…

  4. Gopal Bharvad
    Gopal Bharvad February 28, 2011

    Thanks. I love this song. મને આપની સાઈટ ખુબ જ ગમી. અને એક ગીત છે જેનું નામ છે – “કાળજા કેરો કટકો મારો” – તે મુકવા વિનંતી.

  5. Raghav Gadhvi
    Raghav Gadhvi February 25, 2011

    કવિ રવિન્દ્રનાથ ટાગોરની રચનાને ખુબ જ સરસ રીતે ગુજરાતીમાં ઢાળવામાં આવી છે.

  6. Vismit Joshipura
    Vismit Joshipura February 12, 2011

    It is a very difficult song to sing but i will definitely make a way for my new born boy. By the time he reaches the age of 2 years i am sure i would be able to sing the entire song for him.

  7. Pratayksh Chirag Gada
    Pratayksh Chirag Gada February 5, 2011

    મન મોર બની થનગાટ કરે જેટલી વાર સાંભળીએ, ગમે. સતત સાંભળતા રહીએ…….ધન્યવાદ.
    pratayksh chirag gada
    mumbai

  8. Manvant Patel
    Manvant Patel January 19, 2011

    સુંદર ચિત્ર ! સુંદર ગીત ! સુંદર સંગીત !

  9. Hitashv Nanavati
    Hitashv Nanavati October 2, 2010

    મન મોર બની થનગાટ કરે.

  10. Jignesh
    Jignesh September 17, 2010

    બહુ મજા આવી.

  11. Ghadiya Ashishkumar J
    Ghadiya Ashishkumar J August 11, 2010

    બસ ..મારું મન મોર બની થનગાટ કરે.

  12. sddr shala- ghatkopar
    sddr shala- ghatkopar August 8, 2010

    I Maheshwari Purohit, want this song to download for educational purpose for our school function. How to down load this song in MP3 format ?
    [The album names are mentioned. You can buy CD/Cassettes from music store. – admin]

  13. Champak Tankaria
    Champak Tankaria June 15, 2010

    Dear,
    I was in search of lyrics / notes of song “MOR BANI THANGAT KARE”. Today I have got from you. Thanks to contribute for Gujarati song and aashmita of Gujarat.
    Once again thanking you very much.
    – Champak Tankaria (MOB. 9426974704)

  14. GopalBhatt
    GopalBhatt June 6, 2010

    બ હુ સરસ

  15. Thank you so much for MOR BANI THANGAT KARE.please send me this song in mp3 format if possible for you.

  16. Parag Patel Junagadh
    Parag Patel Junagadh March 15, 2010

    વગર વર્ષાઋતુએ રસ તરબોળ નાહવા મળ્યું ….mind blowing feeling

  17. Bhavin Shah Junagadh
    Bhavin Shah Junagadh March 15, 2010

    ખરેખર…..અદ્દભુત અનુભૂતિ…..ઊર્મિઓને જીવંત બનાવી દીધી….ખુબ ખુબ અભિનંદન.

  18. Avadhoot
    Avadhoot February 8, 2010

    ગીત સાંભળીને જે આનંદ થયો એના કરતાં વધુ આનંદ મને વાંચીને થયો. હું એ કહી નહીં શકું કે તમારો આભાર કેમ વ્યક્ત કરવો. મને ભજન ને લોકગીતોનો ખુબ શોખ છે. એમાંય ગાવાનો તો બહુ જ. કલાપી અને મેઘાણી સાહેબની કૃતિઓ તો જગજાહેર ને વિખ્યાત છે. તમારો અનંત ગગન જેટલો આભાર માનું છું…

  19. Nitin
    Nitin February 2, 2010

    This is very nice …….appsoluetly miiiiiiiind blowing.

  20. Pradip
    Pradip November 24, 2009

    ખરેખર સુંદર, અદ્દભુત, અવર્ણનીય બસ આટલુંજ ……મારી પાસે શબ્દ નથી આને વર્ણવવા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.