મોર બની થનગાટ કરે
રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા એટલે પ્રણયનું આહવાન .. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે. મેઘાણીની અમર કૃતિ અને મારું સૌથી પ્રિય વર્ષાકાવ્ય માણો બે અલગ સ્વરોમાં.
[ સ્વર: ચેતન ગઢવી, આલ્બમ: લોકસાગરના મોતી; સ્વર: આશિત દેસાઈ, આલ્બમ: મેઘ મલ્હાર]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.
- ઝવેરચંદ મેઘાણી
—————————————-
ઘણાં મિત્રો આ સુંદર ગીત સાંભળીને એનો અંગ્રેજીમાં શું અર્થ થાય તે જાણવા માગતા હતા, તો એક મિત્ર પાસેથી મળેલ અંગ્રેજી અનુવાદ અહીં રજૂ કર્યો છે. ગીતના માધુર્યને ગુજરાતી ન સમજનાર પણ માણી શકે એ માટેનો એક નમ્ર પ્રયાસ … Nothing matches original words but this is an attempt to offer inner glimpse into the beauty of this wonderful song….. (admin)
—————————————-
It dances today, my heart, like a peacock it dances, it dances.
It sports a mosaic of passions, Like a peacock’s tail,
It soars to the sky with delight, it quests, O wildly
It dances today, my heart, like a peacock it dances.
Storm-clouds roll through the sky, vaunting their thunder.
Rice-plants bend and sway, As the water rushes,
Frogs croak, doves huddle and tremble in their nests, O proudly
Storm-clouds roll through the sky, vaunting their thunder.
Rain-clouds wet my eyes with their blue collyrium, collyrium.
I spread out my joy on the shaded new woodlands grass,
My soul and the kadamba-trees blossom together, O coolly
Rain-clouds wet my eyes with their blue collyrium.
Who wanders high on the palace-tower, hair unraveled –
Pulling her cloud-blue sari close to her breast?
Who gambols in the shock and flame of the lightning, O who is it
High on the tower today with hair unraveled?
Who sits in the reeds by the river in pure green garments ?
Her water-pot drifts from the bank as she scans the horizon,
Longing, distractedly chewing fresh jasmine, O who is it
Sitting in the reeds by the river in pure green garments ?
Who swings on the bakul-tree branch today in the wilderness,
wilderness–Scattering clusters of blooms,
Sari-hem flying, Hair unplaited and blown in her eyes? O to and fro
High and low swinging, who swings on that branch in the wilderness?
Who moors her boat where ketaki-trees are flowering, flowering?
She has gathered moss in the loose fold of her sari,
Her tearful rain-songs capture my heart, O who is it
Moored to the bank where ketaki-trees are flowering?
It dances today, my heart, like a peacock it dances, it dances.
The woods vibrate with cicadas, Rain soaks leaves,
The river roars nearer and nearer the village, O wildly
It dances today, my heart, like a peacock it dances.

October 10th, 2008 at 6:29 pm
‘મન મોર બની થનગાટ કરે’
આ ગીત ઇસરદાન ગઢવીના મુખે સાભળેલું .. ત્યારે ગમ્યું હતું. આજે આ સુંદર ગીત આપની સાઇટ પર જોઇ આનંદ થયો.
કમલેશ બી. ચૌહાણ
October 10th, 2008 at 11:28 pm
ખુબ સરસ. ખુબ અલ્પ સંખ્યામાં લોકોને ખબર હશે કે આ ભુમિ પર આવો પણ એક યુગ (ખરા અર્થમાં યોગ) પુરુષ થૈ ગયો હતો.
કવિવર રવિન્દ્રનાથ ટાગોરજીની વધુ કાવ્ય રચના તેમના સચિત્ર સાથે આપવા નમ્ર વિનંતી.
October 13th, 2008 at 8:29 pm
ખૂબ સુંદર કાવ્ય
અનુરુપ સરસ અનુવાદ
મધુરી ગાયકી
October 16th, 2008 at 9:03 pm
મારુ મન મોર બની થનગાટ કરી રહ્યુ!
ધન્યવાદ!
October 21st, 2008 at 5:44 pm
Vaah vaah apratim…. bahuj umada rachana… vah Meghanibapa vaah !! Sawaaee Charan……Ghani ghani khamma !!!!!!!!!!
October 24th, 2008 at 9:45 am
MARU MAN MOR BANI THANGAT KARE. …….SUPERB…..
THANKS FOR SHARING
November 5th, 2008 at 8:24 pm
ઘણા સમયથી આ ગીત સાંભળવા મન થનગનાટ કરી રહ્યું હતું, કૃપા કરી આ ગીતને અનુક્રમણિકામાં મુકશો ? ખુબ ખુબ આભાર. હેમુભાઈના સ્વરે ગવાયેલ જો કોઈ પાસે હોય તો જરુર અમીબેનને મોકલાવજો, જેથી આપણને બધાને લાભ મળે આ અતિ સુંદર કાવ્ય નો, ઉચ્ચતમ અવાજ સાથે.
December 18th, 2008 at 8:08 am
Really enjoying a lot !
March 25th, 2009 at 8:35 pm
મોર બની થનગાટ કરે…મારે આ ગીત ડાઊનલોડ કરવુ છે.કેવી રીતે આ ગીત ડાઊનલોડ કરવું ??? પ્લીઝ કોઇ તો લીન્ક મોક્લો મને આ ગીત જોઇએ.
March 28th, 2009 at 7:34 pm
મોર બની થનગાટ કરે ઘણાં વખતથી નવ્રરાત્રીમાં ગાઇએ છીએ. ડાઉનલોડ કરવા માટે લીંક મોકલો. પ્લીઝ, મને આ ગીત જોઇએ.
March 28th, 2009 at 10:57 pm
વગર વરસાદે મન મન મોર બની થનગાટ કરવા લાગ્યું.
એક વિનંતી કરું ? રક્ત ટપકતી સો સો ઝોળી ન સંભળાવો ?
ખુબ ખુબ આભાર.
[ રશ્મિબેન, રક્ત ટપકતી સો સો ઝોળી સ્વર સાથે અહીં સાંભળો. - admin ]
March 30th, 2009 at 2:22 pm
ખુબ ખુબ આભાર. આપે મારી ફરમાઈશ પૂરી કરી. ખુબ ખુબ ધન્યવાદ.
આવી જ રીતે મિત્રોની ફરમાઈશ પુરી કરતા રહો એવી અમારી શુભેચ્છા.
જય જય ગરવી ગુજરાત.
June 8th, 2009 at 6:07 pm
મન મોર બની થનગાટ કરે, સ્વર-હેમુદાન ગઢવી આપ આપની સાઈટ પર મુકવા વિનંતી.
June 9th, 2009 at 3:26 am
આ સાથે આ લિન્ક પણ જોવા જેવી છે.
http://kesuda.com/mag03/song1.htm
July 13th, 2009 at 9:14 pm
Thanx Daxesh bhai…….right……….
for this song and many more….
July 15th, 2009 at 1:59 am
hello,
respected sir,
i was searching this song since long. i’ll be very thankful to you if you can send me this song in mp3 format to my mailing address . it will be my great pleasure of mine.
may you will think i ‘ll use it commercially. but it will be assured to you that i am asking this for my own collection.
truly,
hiren
July 21st, 2009 at 4:04 pm
ભાઈ કોઈ લિન્ક હોય તો આપવા મહેરબાની કરશો.
આ તો થનગનાટ થયો પણ મન નો ના થાઈ તે તો મોસમ ઉપર આધરિત છે તેથી મન મોસમ સાથે વાગ્તુ હોય તો જમાવટ થઈ જાઈ ભાઈ.
September 4th, 2009 at 2:39 pm
Thanks for efforts you and your team are taking.
Really great site and enjoyed the song.
Keep going.
October 28th, 2009 at 11:48 am
Thank you very much for “Mor bani thangat kare”
Can i get soft copy of this please.
Prakash Gadhvi
aai_krupa@yahoo.com
November 14th, 2009 at 9:46 pm
My grandfather Dr. Jivanji H. Patel who was avid reader and translator of Tagor’s lit. in guj. and Meghani fan; would have loved this. Thank you for bringing Tagor, Megahni and my Bapu to me.
November 24th, 2009 at 2:26 am
ખરેખર સુંદર, અદ્દભુત, અવર્ણનીય બસ આટલુંજ ……મારી પાસે શબ્દ નથી આને વર્ણવવા…..
February 2nd, 2010 at 10:42 pm
This is very nice …….appsoluetly miiiiiiiind blowing.
February 8th, 2010 at 2:36 pm
ગીત સાંભળીને જે આનંદ થયો એના કરતાં વધુ આનંદ મને વાંચીને થયો. હું એ કહી નહીં શકું કે તમારો આભાર કેમ વ્યક્ત કરવો. મને ભજન ને લોકગીતોનો ખુબ શોખ છે. એમાંય ગાવાનો તો બહુ જ. કલાપી અને મેઘાણી સાહેબની કૃતિઓ તો જગજાહેર ને વિખ્યાત છે. તમારો અનંત ગગન જેટલો આભાર માનું છું…
March 15th, 2010 at 12:52 pm
ખરેખર…..અદ્દભુત અનુભૂતિ…..ઊર્મિઓને જીવંત બનાવી દીધી….ખુબ ખુબ અભિનંદન.
March 15th, 2010 at 12:58 pm
વગર વર્ષાઋતુએ રસ તરબોળ નાહવા મળ્યું ….mind blowing feeling
May 2nd, 2010 at 3:10 pm
Thank you so much for MOR BANI THANGAT KARE.please send me this song in mp3 format if possible for you.
June 6th, 2010 at 10:10 am
બ હુ સરસ
June 15th, 2010 at 12:38 pm
Dear,
I was in search of lyrics / notes of song “MOR BANI THANGAT KARE”. Today I have got from you. Thanks to contribute for Gujarati song and aashmita of Gujarat.
Once again thanking you very much.
- Champak Tankaria (MOB. 9426974704)
August 8th, 2010 at 6:02 pm
I Maheshwari Purohit, want this song to download for educational purpose for our school function. How to down load this song in MP3 format ?
[The album names are mentioned. You can buy CD/Cassettes from music store. - admin]
August 11th, 2010 at 2:40 pm
બસ ..મારું મન મોર બની થનગાટ કરે.
September 17th, 2010 at 11:10 am
બહુ મજા આવી.
October 2nd, 2010 at 2:40 am
મન મોર બની થનગાટ કરે.
January 19th, 2011 at 8:23 am
સુંદર ચિત્ર ! સુંદર ગીત ! સુંદર સંગીત !
February 5th, 2011 at 12:33 am
મન મોર બની થનગાટ કરે જેટલી વાર સાંભળીએ, ગમે. સતત સાંભળતા રહીએ…….ધન્યવાદ.
pratayksh chirag gada
mumbai
February 12th, 2011 at 12:21 am
It is a very difficult song to sing but i will definitely make a way for my new born boy. By the time he reaches the age of 2 years i am sure i would be able to sing the entire song for him.
February 25th, 2011 at 11:58 am
કવિ રવિન્દ્રનાથ ટાગોરની રચનાને ખુબ જ સરસ રીતે ગુજરાતીમાં ઢાળવામાં આવી છે.
February 28th, 2011 at 3:10 pm
Thanks. I love this song. મને આપની સાઈટ ખુબ જ ગમી. અને એક ગીત છે જેનું નામ છે – “કાળજા કેરો કટકો મારો” – તે મુકવા વિનંતી.
March 10th, 2011 at 12:13 am
અસલમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં આ રચના કરી હતી, અને પછી ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ ઝવેરચંદ મેઘાણીને સોંપ્યુ. મેઘાણીજીએ એના અનુવાદથીયે વિશેષ અને અદભૂત પુન:નિર્માણ કર્યુ એવી આ રચના “મન મોર બની થનગાટ કરે”ને લાખ લાખ વંદન…
March 14th, 2011 at 11:52 am
ઍ જામ્યુ હો….
March 18th, 2011 at 10:38 pm
મોર નાચતો જોયો..
March 28th, 2011 at 11:16 pm
દક્ષેશકાકા, હું તમારા ચિંતન ટેકરીવાળા દોસ્ત સંજયભાઈની દિકરી .. મને વરદ હસ્ત સંભળાવો.
(મૈત્રીબેન, વરદ હસ્ત આપ સ્વર્ગારોહણ વેબસાઈટ પર સાંભળી શકશો.)
http://www.swargarohan.org/bhajans/arghya/03.htm
April 7th, 2011 at 12:36 pm
સુંદર ગીત
April 23rd, 2011 at 11:37 am
ખુબ સુન્દર લાગ્યું, ધન્યવાદ.
May 25th, 2011 at 2:07 pm
વગર વર્ષાઋતુએ રસ તરબોળ નાહવા મળ્યું ….mind blowing feeling
ખરેખર સુંદર, અદ્દભુત, અવર્ણનીય બસ આટલુંજ ……મારી પાસે શબ્દ નથી આને વર્ણવવા….. બસ ..મારું મન મોર બની થનગાટ કરે.
June 9th, 2011 at 7:48 pm
Wow! gr8… from long time I was finding this song’s lyrics and finally I’v got it.. just b’coz of u… many many thanks…
ane zaverbhai ne yad kari atyant aanand ni anubhuti thay 6..
June 27th, 2011 at 7:19 pm
thanks for sharing… આભાર
July 1st, 2011 at 12:16 pm
વગર વર્ષાઋતુએ રસ તરબોળ નાહવા મળ્યું ….mind blowing feeling.
ખરેખર સુંદર, અદ્દભુત, અવર્ણનીય બસ આટલું જ ……મારી પાસે શબ્દ નથી આને વર્ણવવા….. બસ ..મારું મન મોર બની થનગાટ કરે.
July 18th, 2011 at 9:24 pm
મોજ આવી ગઈ હોં ભાઈ …
July 25th, 2011 at 12:11 pm
This is the best site for finding Gujarati articles. Thanks. Proud to be a Gujarati. જય ગરવી ગુજરાત.
August 7th, 2011 at 5:10 pm
મેં આ ગીત સાથે ભરતનાટ્યમ કર્યુ ..
September 26th, 2011 at 10:43 am
ખરેખર ખુબ જ સરસ
November 25th, 2011 at 6:02 pm
ગીત સાંભળવાની ખુબ મજા આવી
December 2nd, 2011 at 8:56 am
આ ગીત મને ખુબ જ ગમ્યું.
December 28th, 2011 at 2:45 pm
મારુ મન મોર બની થનગાટ કરે!!!! મારા બાપુજીનુ favourite song!!!!!!!!!!! Such a melodious voice by Late. Hemu Gadhvi
January 7th, 2012 at 3:44 pm
બહુ જ મસ્ત હતુ .
મને બહુજ ગમ્યુ.
really i like it very much……..