વેણુ વગાડતો

20.jpg
ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો. [સ્વર: અચલ મહેતા]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વેણુ વગાડતો … વેણુ વગાડતો
વેણુ વગાડતો, ગાયો હંકારતો
આયો જશોદાનો કાનડો … વેણુ વગાડતો

માથે છે મોરપિચ્છ, કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટની કેડીએ મારગડો રોકતો … વેણુ વગાડતો

સહિયર સૌ કાનને હેતે રમાડ્યા
મટકીથી મટકીથી મહીડા ચુરાવ્યા
મહીડા ચુરાવીને દીલડા ચુરાવતો … વેણુ વગાડતો

5 Responses to “વેણુ વગાડતો”

  1. pragnaju Says:

    અચલ મહેતાનો અજાણ્યો પણ ઘેરા ગંભીર સ્વરમા સુંદર રજુઆત્

  2. Jayshri Joshi Says:

    There is no response from your side for my earlier mail.

    જયશ્રીબેન, તમારી ફરમાઈશ સાંભળો… નંદલાલાને માતા યશોદાજી સાંભરે – admin]

  3. Kanchankumari Parmar Says:

    ક્યાં છે છુપાયો મારા નંદજીનો લાલ કરવી છે આજ મારે મનડાની વાત
    ગોતી ગોતી થાકી આંખડી થૈ લાલ … ક્યાં છે છુપાયો મારા નંદજીનો લાલ ….
    કાના માટે મન હંમેશા તલસતું જ રહે છે.

  4. Pushpavadan Kadakia Says:

    Excellent song. Wonderfully performed.

  5. Vivek Dave Says:

    Can u please put more garba songs on this site…esspecially those sung by achal mehta and also atul purohit…
    [ you can also hear them on Channel M - admin ]

Leave a Reply