બોલ વ્હાલમના

સાંભળો કવિ મણીલાલ દેસાઈ રચિત ગ્રામ્ય પરિવેશમાં પાંગરતું આ સદાબહાર, કર્ણપ્રિય ગીત.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના… ઉંબરે ઊભી

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના … ઉંબરે ઊભી

– મણીલાલ દેસાઈ

COMMENTS (10)
Reply

સુંદર ચિત્ર સાથે લોકપ્રિય ગીત. મધુરા સ્વરમાં વારંવાર સાંભળવું ગમે.

Reply

ઘણી સરસ કાવ્યરચના સાંભળવા મળી. શાળાએ જતી વખતે મિત્રોની પ્રવ્રુતિ પ્રસ્તુત કરતી તેમજ પ્રથમ પ્રણયના ડગ ભરતી અને ખળખળતા ઝરણા સમાન કિશોરીનું મનમોહક દ્રશ્ય નજર સામે થાય છે… ખુબ જ સરસ…

Reply

ગુજરાતી ભાષાના મોરપિચ્છ જેવી આ રચના મનઅંતરને ગામને પાદરનું આહલાદક સ્મરણ માનસપટ પર ઉપસાવી ગયું!

Reply

This song reminds me to my school days when it was sort of entry song to school ! It’s so sweet !

Reply

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

સુંદર ગીત … પણ હવે તો લોકો માટે આ મોબાઇલમાં વાગતી ટ્યુન જ ના બની રહે તો સારું !
શબ્દો ઘણું બધું કહી જાય છે જો સમજો તો! સરસ.

Very nice song………..Atul Purohit is the great singer form my city! We have danced to his tunes for many navtratri nights. Thanks for posting. Bina . Visit, http://binatrivedi.wordpress.com/

Reply

પ્રેમની ચરમસીમા જેવું આ ગીત હૈયાને આનન્દ આપી ગયું.

Reply

સરસ ગીત છે. ચરર ચરર મારું ચકડોળ ચાલે ગીત મુકશો ..

Reply

ગુજરાતી ગઝલ એ ગુજરાતીઓની શાન છે. મને “દુનિયાની ચોખટમાં નીકળ્યો તો……” ગઝ્લ સાંભળવી છે

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.