Press "Enter" to skip to content

હું ઝૂકી ગયો છું


ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

– ગની દહીંવાલા

4 Comments

  1. Pragnaju
    Pragnaju September 24, 2008

    સરસ ગઝલ ..
    નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
    નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
    બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
    ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
    વાહ !
    અમારા સદનસીબે તેમને તેમની દુકાને જાતે સાંભળવાનો લહાવો મળ્યો છે.

  2. Rakesh
    Rakesh September 25, 2008

    Hey Mitixa …
    I am not kind of person who reads & listens Gujarati songs and poems .. I have left it long back. Most of the time, it’s not so commonly available … even if it’s available .. I would have overlooked … anyway .. I’ve got interest to to read and listen to old Gujarati songs and poems after visiting your website .. .. thanks for sharing … and keep it up …

  3. આજે જ આપનો બ્લૉગ જોયો. સરસ છે.

    ગની દહીવાલાની અનેક ઉત્તમ ગઝલો પૈકીની એક છે. પાંચમા અને છેલ્લા શેરમાં થોડીક ભૂલ છે.આ શેર નીચે પ્રમાણે હોવા જોઈએઃ

    નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
    નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

    ’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
    કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

  4. Paresh
    Paresh March 6, 2010

    મને આ બધા ગીતો ડાઊનલોડ કરવા છે. How do i do it ?
    Paresh Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.