Press "Enter" to skip to content

પ્રિય પપ્પા … તમારા વગર


માતાના મહિમા વિશે કવિઓએ લખવામાં પાછું વાળીને જોયું નથી પરંતુ પિતા કે પપ્પા માટે કદાચ એટલું નથી લખાયું. પિતાના ચાલ્યા ગયા પછી પુત્રીને કેવી ખોટ અનુભવાતી હશે, પિતાનું દરિયા સમ વ્હાલ પામીને વ્હાલનો દરિયો બનેલ પુત્રી કેવો ખાલીપો અનુભવતી હશે, તે ભાવજગતની ઝાંખી કરાવતું આ ગીત અગણિત વાર સાંભળ્યું છે, પરંતુ દરેક વખતે પાંપણો ભીંજાય જાય છે.. પિતાપ્રેમને અભિવ્યક્ત કરતું આ સુંદર ગીત માણો એટલા જ હૃદયસ્પર્શી અને ઉર્મીશીલ સ્વરમાં.
*
સ્વર: નયના ભટ્ટ; સંગીત: મેહુલ સુરતી

*
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છે કે ગયા ઉમ્રભર

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

– મુકુલ ચોકસી

54 Comments

 1. H K Joshi
  H K Joshi May 30, 2009

  માબાપની હયાતિમાં જ તેમને ખુબ પ્રેમથી, માનથી રાખવા, કવિતા-ગીતો તેના બાદમાં આવે. માબાપને ભગવાનની ભેટ સમજવી.

 2. Trupti
  Trupti May 31, 2009

  I have no words to tell how i feel. Only tears tells everything on my behalf.

 3. Jayman
  Jayman June 7, 2009

  ખુબજ હૃદય સ્પર્શી ગીત…

 4. Mukesh
  Mukesh June 14, 2009

  I Love My Pappa.

 5. Jatin Botadra
  Jatin Botadra June 21, 2009

  This is amazing. can’t tell how many times to thank for the song. My mother is 75 years, but after listening to the song after reading the email she had tears in her eyes. After so many year she recalled by this mail.

 6. kanchankumari parmar
  kanchankumari parmar July 13, 2009

  અમારી પરદેશ રહેતી દિકરી મારા કરતા એના પપ્પાની વધારે નજીક છે. મારા પપ્પા મારાથી દુર થયા ને વરસો વીતી ગયા છતાં જ્યારે જ્યારે તેમની યાદ આવે છે ત્યારે મન ઉદાસ બની જાય છે.

 7. Daulatsinh Gadhvi
  Daulatsinh Gadhvi August 4, 2009

  મારી બધી દિકરીઓ જે પણ છે અને જ્યાં પણ છે મને યાદ તો કરતી જ હશે ને!…કોઇ ઉદાસી નહિ, સમય સાથે રેવુ એ જ પ્રકૃતિનો નિયમ છે…દિકરી તો વ્હાલનો દરિયો કેવાય !

 8. Maharshi
  Maharshi August 16, 2009

  I like this song. Thank you.

 9. Bhavna Rana
  Bhavna Rana August 24, 2009

  i heard this story about a father and his son. because of some differences son decided that he will never see his father again. years passed eventually son had his own children one day his child asked him ‘ Daddy do you have a father?’ son remember his father and and decided that he will say sorry for not visiting him. when he go to visit his father and the neighbour told that his father died few months ago. i hope this is just a story and not reality but one thing we learn we must forgive each other when its still not too late !

 10. Vimal Pandya
  Vimal Pandya August 25, 2009

  I lost my mother oct-08 (Road-accident) , We will never realise importance of mother and father , After listening this songs , tears only tells the rest of memory of our child-hood, The life without father and mother is so sad , i am unable to express feelings.

 11. Rajeev Maniar
  Rajeev Maniar September 4, 2009

  Poem and Voice Touchy having ability to make one speechless and tearful

 12. Aashika
  Aashika December 10, 2009

  I can’t even begin to think not having my father around… Though I know that it’s a course of life and we do have to accept the fact of not having loved ones around but it is just so hard to digest when the reality hits home……
  Truly beautiful expression of feelings with just as beautiful voice and music……
  Thank you.

 13. Tadrash
  Tadrash December 26, 2009

  ઉપર આવી ગયેલ અભિપ્રાયમાં બધું જ કહેવાઈ ગયું છે. હૃદયસ્પર્શી, હૃદયદ્રાવક, જેવાં શબ્દો યથાર્થ છે. આવી રચનાઓ મુકતા રહો. Congratulations!!!

 14. Dr. S G Ruparelia
  Dr. S G Ruparelia January 7, 2010

  Extremely touching to the inner corner of the heart. only father-daughter can feel it. I welcome such type of touching songs. Thanks to kavi shri.

 15. Rajpara
  Rajpara April 3, 2010

  Daugher always lovable to parents we cant ne coment for the daugher
  god has given that gift to her when she worring for parents and giving diffrant feeling when she give advice with deep feelings looks as our maa giving this advice she always think for parents ok son also doing same but for daughter some diffrant feeling thats come from heart only

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.