યાદ આવે છે

આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. પૂર્વથી ચાલી આવતી માન્યતા મુજબ દિવંગત થયેલ સ્વજનોને યાદ કરીને કાગવાસ નાખી, દાન કરી, લોકોને જમાડી અંજલિ આપવામાં આવશે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિ હયાત હોય એ સમયે તેને આદર, સન્માન, પ્રેમ અને લાગણી ન આપી હોય ને મર્યા પછી રૂઢિ મુજબ ઈચ્છિત વસ્તુઓ આપવામાં આવે. શ્રાદ્ધ પક્ષ એક રીતે સંબંધોને યાદ કરવાનો અવસર છે. અહીં માણો વ્યક્તિઓથી માંડી સ્થાનવિશેષની મમતાથી સર્જાતા સંબંધોના ભાવજગતને.
[સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આભાર]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું,
સંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું;
એમ પોષે છે પિતા બે-ચાર પુત્રોને છતાં,
સર્વ પુત્રથી જતન એક જ પિતાનું ના થયું.
*
હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.

પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,
ખોવાયું શહેરમાં મારું એ બાળપણ યાદ આવે છે.

એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,
ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે.

લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.

કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,
ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે.

ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,
મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે.

– વિનય ઘાસવાલા

COMMENTS (11)
Reply

લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.
સરસ ગીત- મધુરી ગાયકીથી બેવતનની આંખો
અહીં ભીની કરે અને માનો પાલવ ત્યાં ભીંજાય છે!

વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું,
સંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું;
એમ પોષે છે પિતા બે-ચાર પુત્રોને છતાં,
સર્વ પુત્રથી જતન એક જ પિતાનું ના થયું.
સુંદર ગીત.

Reply

સત્ય હકિકતનો તાદૃશ ચિતાર ! આભાર.

Reply

very very beautyful.

Reply

very sensible , DIL KO SOCHNE PAR MAJBUR KARNE VALI…….. can u give the mail address of Vinayji coz i want to contact him…. as a class teacher he guides us for three years when i was in the 8th/9th/10th std..

ત્રણ છોકરાઓની મા બની તોય પિયર જતી ત્યારે સીધી જઈને બાના ખોળામાં સુઇ જતી પણ હવે એ દિવસો ક્યાંથી?

Reply

Very Touching Gazal……….

Reply

Very touchy.
Sensitive people would enjoy more.

Reply

વતનના ગામથી શહેરમાં આવ્યા પછી વતનના આવા ગીતોથી ગામ યાદ આવી જાય છે.

Reply

Mind blowing.. Very very touchy.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.