કસુંબીનો રંગ
રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અવિસ્મરણીય કૃતિ. મન ભરી માણો કસુંબલ રંગને.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
લાગ્યો કસુંબીનો રંગ,
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ … રાજ
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ … રાજ
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ … રાજ
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ … રાજ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ … રાજ
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ … રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ … રાજ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો !
લેજો કસુંબીનો રંગ ! … રાજ
- ઝવેરચંદ મેઘાણી
(ફરમાઈશ કરનાર - નવનીતભાઈ પરમાર)

September 13th, 2008 at 1:50 pm
આ. મીતિક્ષાબેન,
ખૂબ ખૂબ આભાર, આ ગીત માણ્યા પછી જે તૃપ્તિ મળી એ અવિસ્મરણિય લાગી. ગુજરાતી સાહિત્યની વાત હોય અને શ્રી ઝવેરચંદ મેઘાણીને યાદ ના કરીએ એ કેમ ચાલે? એ રાષ્ટ્રીય કવિ ને મારા શત શત પ્રણામ.
આભાર.
નવનીત પરમાર.
September 16th, 2008 at 8:18 pm
ઘણા વખતે કસુંબીનો રસ પીવા મળ્યો. આભાર.
September 18th, 2008 at 8:47 pm
This is a evergreen song. Wish we could have heard it from Meghani’s own voice! Meghani’s contribution to Gujarati literature is unique and we are gratful to him.
With best wishes.
September 26th, 2008 at 7:21 pm
ગુજરાતી સાહિત્ય માં ”કસુંબીનો રસ” અવિસ્મરણિય,
શ્રી ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય કવિ ને મારા શત શત પ્રણામ.
December 13th, 2008 at 4:46 am
Dear Harshadbhai,
Thanks a lot and I enjoyed the “KASUMBINO RAS” . It’s beyond imagination and the meaning of each and every words are so authentic that to describe it I don’t have any words. It’s unique.
My “CHARAN SPARSH” to the greatest National Poet late Shri. Zaverchand Megani.
December 18th, 2008 at 8:29 am
I feel after listening there is nothing more to listen !
March 5th, 2009 at 5:17 pm
મારે શું કહેવું ..મારી પાસે શબ્દો નથી.
ખુબ ખુબ આભાર આ ગીત માટે.
May 29th, 2009 at 8:58 pm
Khamma bapa ne ghani khamma hoooooooo””””’
June 1st, 2009 at 4:54 pm
This is a very beautiful creation by the owner i don’t know who ? but i heartily appriciate this site and the song…..kasumbi no rang….if i can do any thing for this site i will feel myself great…..
October 7th, 2009 at 4:19 pm
A great composition in raga Bhairavi. It is inspired by a famous song – “Tu Ganga ki mauj me.”
October 7th, 2009 at 4:26 pm
મને ગુજરાતી ગીત – ઘાયલને શું થાય છે – સાંભળવું છે.
November 23rd, 2009 at 8:02 am
Dear bahen and bhai,
I was so delighted to stumble upon your creation. One of the songs I used to recite in my home country;Uganda, ‘mangal mandir..’ led me to your website. I immensely enjoy the Gujarati songs apart from Fleetwood Mac, Dire Straits and others. However, the sipping the nectar and diving into depth of Gujarti songs; is in itself a unique experience. I and my wife are immensely eternally grateful to you for your endeavors. Your contribution in preservation of Gujaratiness shall be acknowledged by many like me who are descendents of Gujarti parents. And for that ‘અમે તમારા હૃદયપૂર્વક આભારી છીએ.
My simple question is how to download into MP3?
Thank you and yours ever well wisher;
Ashok & Kalpna
May 13th, 2010 at 12:14 am
Very very nice song!!!! Thank you for hosting.
September 10th, 2010 at 6:00 pm
Can u please guys provide the download link
and one more request.
If possible add one more category and upload the “dayaro” if possible.
November 24th, 2010 at 8:05 am
ખુબ ખુબ આભાર આ ગીત માટે.
April 24th, 2011 at 11:35 am
Hello mitixa,
Nice to see your web. I am your reader regularly. i want to see and listen more Gujarati bhajans & poems like ‘kasumbi no rang’.
July 9th, 2011 at 5:52 pm
This is evergreen song of Gujarati Language, nothing can be better than this lyrics, “Raga”, No “Dayro” program can be completed without this song. We also have sung and enjoyed this song many times.