પ્રતિ વર્ષ શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી જૈન સમુદાય પર્યુષણ પર્વ મનાવે છે. પર્યુષણ પર્વ એટલે પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ, વેરના વિરામનું પર્વ, સમત્વની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પર્વ અને તપ-દાન તથા અધ્યાત્મ સાધના વડે અંતરની અશુદ્ધિઓને દૂર કરવાનું પર્વ. પર્વની સમાપ્તિ પર જૈન ભાઈઓ એકબીજાને મિચ્છામી દુક્કડમ અર્થાત્ મારા વડે કાયા, મન અને વાણીથી જો કોઈ પ્રકારની ભૂલ થઈ હોય તો તે માટે મને ક્ષમા કરો – એવી ભાવના કરી ક્ષમાયાચના કરે છે.
*
સ્વર: અનુરાધા પૌંડવાલ
*
સ્વર: મનહર ઉધાસ
*
જૈનધર્મમાં ભક્તામર સ્તોત્ર એક શાસ્ત્ર જેટલો જ આદર ધરાવે છે. તેની રચના મુનિ માનતુંગાચાર્યજીએ કરી હતી. ભક્તામર સ્તોત્રની રચના વિશે વિવિધ મતો પ્રવર્તે છે. એક માન્યતા મુજબ રાજા ભોજના દરબારમાં જૈન વિદ્વાન કવિ ધનંજયે પોતાની વિદ્વતાથી રાજાને પ્રભાવિત કર્યા. કવિ કાલીદાસથી એ સહન ન થયું. એથી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા કાલીદાસે રાજાને બંને વચ્ચે વાદવિવાદ કરાવવા કહ્યું. જેમાં કવિ કાલીદાસની હાર થઈ. પરંતુ હાર સ્વીકારવાને બદલે એમણે કહ્યું કે હું ધનંજયના ગુરુ માનતુંગમુનિ સાથે વાદવિવાદ દ્વારા મારી વિદ્વત્તા સિદ્ધ કરીશ.
એથી રાજાએ માનતુંગમુનિને શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ મોકલ્યું. રાજાએ વારંવાર કહેણ મોકલ્યા છતાં માનતુંગમુનિ રાજદરબારમાં હાજર ન થયા ત્યારે રાજઆજ્ઞાનો અનાદર કરવા બદલ એમને બંદી બનાવી કારાગારમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં ભગવાન આદિનાથનું ચિંતન કરીને મુનિએ સ્તુતિ કરી. એના પરિણામે એમના બેડીના તાળાં તૂટી ગયા અને તેઓ મુક્તિ પામ્યા. આ પ્રસંગને પરિણામે ચોતરફ જૈન ધર્મનો જયજયકાર થઈ રહ્યો. બંધનાવસ્થામાં તેમણે કરેલી સ્તુતિ ભક્તામર શબ્દથી શરૂ થતી હોઈ એ ભક્તામર સ્તોત્રના નામે પ્રસિદ્ધ થઈ.
જે સ્તુતિના પ્રભાવે મુનિ માનતુંગની બેડીના તાળાં તૂટ્યાં તે ભક્તામર સ્તોત્ર સાંભળો મનહર ઉધાસ અને અનુરાધા પૌંડવાલના સ્વરમાં.
ભક્તામર સ્તોત્ર અંગે કશી જ ખબર ન હતી. જાણી, માણી આનંદ.
very nice
thanks,
shashikant
જૈનસમાજનું એક ભવ્યાતિભવ્ય સ્ત્રોત્ર…પુન્યને પામવાનું એક સાધન મનાય છે..
આ ઉચ્ચ કક્ષાનું સંસ્કૃત અને અર્ધ્માગ્ધિ ભાષા માં છે. આમા અનુરાધા પૌડવાલ નો સ્વર ખૂબ જ સુંદર છે. આ સ્ત્રોત્ર માં ઉચ્ચારણનું આગવું મહત્વ છે. અલૌકિક રચના છે. એનો અનુવાદ વાંચવા જેવો છે.
This stotra is very important for Jains but I want to say this is not only for jains but all the people. To hear Bhaktamar Stotra, “BHAVSAGAR TARI JAVAY CHHE’.
આ સ્તોત્રથી બધા જ પ્રકારના ભયનો નાશ થાય છે. બધા જ વિધ્નો નાશ પામે છે.
ભક્તામર સ્તોત્રનાં વાંચન કરવા માટે સમયનો કોઈ બંધન હોય છે. આપણે સમય મળે ત્યારે કરી શકીએ. સવારે, સાંજે, કે પછી રાત્રે જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે જ કે પછી કોઈ ચોક્કસ સમયે જ કરવાનું હોય. જણાવજો. મને કોઈ પાસેથી એમ સાંભળવા મળ્યું છે કે આ વાંચન બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જ કરવાનું હોય છે.