હસ્તાક્ષર
ઉમાશંકર જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, માધવ રામાનુજ, રમણભાઈ પટેલ અને તુષાર શુકલ રચિત ગીતો પર સ્વરાંકન થયેલ હસ્તાક્ષર આલ્બમનું આ ટાઈટલ ગીત છે. જગજતસીંઘનો ઘેરો અને ઘૂંટાયેલો અવાજ આ અર્થસભર રચનાને નવો મિજાજ આપે છે, એને ફરી ફરી સાંભળવાનું મન થાય એવી બનાવે છે. લેખન અને ગાયન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતાં એક આરાધના બની શકે … કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર; સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર. અદભૂત.
[સ્વર: જગજીતસીંઘ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.
વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઇને ખુશ્બુ વહેતી ઘર ઘર;
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.
એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછીં રંગ ભરે ને દ્રશ્ય સજીવન લાગે;
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.
- તુષાર શુકલ

September 5th, 2008 at 12:18 am
તુષાર શુકલ તો ચલો ગુજરાતમાં છવાઈ ગયા હતા! આજે વારંવાર માણેલી ફરી —એટલો જ આનંદ
January 9th, 2009 at 7:30 pm
tushar sir,
મધ-મીઠું મલકાતા રહો, હૈયે ઉભરાઈ છલકાતા રહો,
કર્ણ-નાદ ના સુણ્યો તેથી શું? બસ રુંવે રુંવે રણકાતા રહો.
GREAT COMBINATION OF SABD-AAVAZ. GOD BLESS U.
July 29th, 2009 at 10:31 pm
હશે પુષ્પો જાણી કદમો માંડી દિધા; જોયુ તો શબ્દો વેરાયેલા કદમો વાળી લીધા; ત્યાંતો થયો ભણકાર મુજને ને શબ્દો કહેતા દીઠા છે પુષ્પો દેવોના શાથી અમે તો તમારા સંગાથી…..
March 14th, 2010 at 5:41 am
મને હમણાં જ આ વેબસાઈટની ખબર પડી. (કોઇએ સમાચાર આપ્યા). હું ગુજરાતી છું અને આ વેબ સરનામામાં મને ઘણો રસ પડ્યો. થોડો પ્રયત્ન કરવો પડશે.