ક્યાંથી ગમે ?

02
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’‘ને
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

- ચિનુ મોદી ’ઈર્શાદ’

2 Responses to “ક્યાંથી ગમે ?”

  1. ashwin-sonal Says:

    એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ
    એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

    સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
    દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

    તમે જો આ બધૂં અહી ના મૂકત તો તમે પણ અમને ક્યાંથી ગમત ? બરાબર ને !

  2. Bharat Kamdar Says:

    This is very good web site

Leave a Reply