Press "Enter" to skip to content

રજની તો સાવ છકેલી


કવિ કાલિદાસના મેઘદૂતમાં કુબેરના શાપને કારણે પોતાની પ્રાણપ્યારી પ્રિયાથી વિખૂટો પડેલ યક્ષ મેઘ મારફત પોતાની પ્રિયાને સંદેશ મોકલે છે. યક્ષપત્ની પણ વિરહમાં ઝૂરી રહી છે. રાત્રિના આગમન સાથે મિલનની ઝંખનામાં બાવરી બનેલી યક્ષપત્નીના મનોભાવોને સુંદર રીતે અભિવ્યક્ત કરતું આ ગીત ગુજરાત લૉ સોસાયટીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેઘદૂત નૃત્યનાટિકાના ભાગરૂપે રજૂ થયેલ. માણો આ  સુંદર રચના બંસરી યોગેન્દ્રના મોહક સ્વરમાં. આ રચનાની ઓડિયો આ વેબસાઈટ માટે ખાસ ઉપલબ્ધ કરી આપવા બદલ શ્રી યોગેન્દ્રભાઈ અને બંસરીબેનનો ખૂબ ખૂબ આભાર.
*
સ્વર- બંસરી યોગેન્દ્ર

*
મારી રજની તો સાવ છકેલી,
તારે અધરને આસવ ઘેલી. … રજની તો સાવ છકેલી

અંગઅંગને શોક દીયો નાથ હવે પરિતોષ
મારી દેહલતા તો આજ પિયુ,
તવ અંગઅંગ ઝુકેલી … રજની તો સાવ છકેલી

આ માઝમ રાતે આજ તવ આલિંગનને સાજ
આ ઉરની રતિ રતિ નાચે પિયુ,
તુજ ઘેલી જો હરખ રસેલી … રજની તો સાવ છકેલી

હૈયામાં રમતું એ નામ આ દુનિયા લાગે અજાણ,
આ ધરતી ચોગમ સ્નેહે ભીની,
દીસે છે આજ છકેલી … રજની તો સાવ છકેલી

– રવીન્દ્ર ઠાકોર

5 Comments

  1. સરસ શબ્દોને સાચો કંઠ મળ્યો. મનને રસતરબોળ કરી દે એવું ગાન. આભાર.

  2. Dr Bipin Contractor
    Dr Bipin Contractor August 28, 2008

    કવિકુલગુરુ કાલિદાસના મેઘદૂતમાં વર્ણન કરેલ વિપ્રલંભ શૃંગારને ગુજરાતીમાં મારા ભૂતપૂર્વ સહપ્રાધ્યાપક અને સાહિત્યકાર રવીન્દ્ર ઠાકોરે સુંદર રીતે આ ગીતમાં અભિવ્યક્ત કર્યો છે અને તેને મારા સહપ્રાધ્યાપિકા બંસરીબેનના યૌવનકાળનો મોહક કંઠ પ્રાપ્ત થતાં સોનામાં સુગંધ ભળી છે. રંગમંચ પર આ નૃત્ય નાટિકાને માણ્યા બાદ આ ગીતને આ જ કંઠમાં માણવાની મારી વર્ષો જૂની ચાહનાને પરિતોષ થયો! વિરહમાં ઝૂરી રહેલી પ્રિયતમાની પૂર્ણ ચંદ્રવાળી મધ્યરાત્રિએ અનુભવાતી સંવેદનાઓને પ્રતિબિંબિંત કરતું આ ગીત રજૂ કરવા બદલ બંસરી યોગેન્દ્ર અને ભાઈ દક્ષેશને ખૂબ ખૂબ ધન્યવાદ.
    -ડૉ. બિપિન કોન્ટ્રાકટર

  3. Pinki
    Pinki August 28, 2008

    સુંદર શબ્દો અને સુંદર સ્વર…….

  4. Ashwin-Sonal
    Ashwin-Sonal September 3, 2008

    વિરહમાં ઝૂરી રહેલી પ્રિયતમાની સંવેદનાઓને પ્રતિબિંબિંત કરતું આ ગીત રજૂ કરવા બદલ મારા પણ તમને ધન્યવાદ.

  5. Chetan Patel
    Chetan Patel May 29, 2012

    Thanks, Thanks, Thanks,

    Years ago on radio and T.V. I have herd this song. At that time on T.V. three songs were telecast from Bansariji, One of them was ” O re Maha Pran” To- day morning I suddenly murmuring this stuti but I dont have lyriccs and song so I just surching it out and I get this song. and I repeatedly enjoy. In fact I need ” O Re Mahapran, Arti Kare Tari Chandra Tara Bhan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.